કચ્છ ઉપરાંત, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં માવઠુ કેડો મૂકવાનું નામ લેતું નથી. આવતીકાલથી ફરી બે દિવસ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.કચ્છ અને ઉત્તરગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પડવાની શકયતા વ્યકત કરવામાં આવી છે.રાજયમાં ગરમીનું જોર વધીરહ્યું છે.
વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનાં કારણે રાજયમાં ફરી વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગ દ્વારા કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવતીકાલે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. દરમિયાન બુધવારે ઉતર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારા ઉપરાંત કચ્છ જિલ્લામાં વરસાદ પડશે બુધવારથી વાતાવરણ કિલયર થઈજશે. અને ગરમીનું જોર વધશેએપ્રીલમાં કાળઝાળ ગરમી પડતી હોય છે. જોકે આ વર્ષ સતત માવઠા પડવાના કારણે એપ્રીલમાં પણ સવારના સમયે ઠંડકનો અહેસાસ થઈ રહ્યું છે. સાંજના સમયે પણ વાતાવરણ ઠંડુ બની જાય છે. હજી એકાદ બે દિવસ વાતાવરણમાં બેવડો અનુભવ થશે.ગુરૂવારથી ગરમીનું જોર વધશે.
રાજકોટ અને સુરેન્દ્રનગર રાજયના સૌથી ગરમ શહેર મહત્તમ તાપમાનનો પારો 36.8 ડિગ્રીએ પહોંચ્યું
રવિવારે ગુજરાતમાં તાપમાનનો પારો ઉંચકાયો હતો. રાજકોટ અને સુરેન્દ્રનગર 36.8 ડિગી સેલ્સીયસ સાથે રાજયના સૌથી ગરમ શહેર રહ્યું હતુ આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગરનું મહતમ તાપમાન 35 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 29.4 ડિગ્રી, ઓખાનું તાપમાન 30.6 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 31.1 ડિગ્રી વેરાવળનું તાપમાન 30.6 ડિગ્રી, દિવનું તાપમાન 29.8 ડિગ્રી, મહુવાનું તાપમાન 32.4 ડિગ્રી, કેશોદનું તાપમાન 35.2 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 36.4 ડિગ્રી, ડિસાનું તાપમાન 34.6 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 36.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 35.6 ડિગ્રી, વડોદરાનું તાપમાન 36 ડિગ્રી, સુરતનું તાપમાન 34.8 ડિગ્રી, ભુજનું તાપમાન 34.7 ડિગ્રી અને કંડલાનું તાપમાન 34.9 ડિગ્રી નોંધાયું હતુ.