કપાસ, મગફળી, એરંડા સહિતના પાકને ફાયદો
સખત બે દિવસના બફારા બાદ ગઇકાલે બપોર બાદ વીજળીના કડાકા ભડાકા બાદ વરસાદનું આગમન થતાં બે કલાકમાં ત્રણ ઇંચ જેવું પાણી વરસી ગયું હતું.
ગઇકાલે સાંજે પાંચથી સાત વાગ્યા વચ્ચે જોરદાર રીતે મેઘરાજાનેઅંતિમ ચરણના રાઉન્ડનું આગળ જતા જોરદાર વિજળીના કડાકા ભડાકા સાથે બે કલાકમાં ત્રણ ઇચ વરસાદ વરસી ગયો હતો. શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં ગોઠણ ડુબ પાણી ભરાયા હતા. જયારે ગ્રામ્ય વિસ્તારો ભાયાવદર, કોલકી, ઢાંક, સહીત આજુબાજુ તા ગ્રામ્યમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે.
ગઇ કાલના વરસાદને કારણે ખેડુતોએ વાવેલ એરંડા, કપાસ, મગફળી સહીતના પાકોને ભારે ફાયદો થયો છે. વરસાદને કારણે ખેડુતોમાં આનંદ ઘવાઇ ગયોહતો વરસાદ દરમ્યાન કયય કોઇ અનિચ્છનીય બનાવ બનેલ નથી.