વરસાદી સિસ્ટમ થઈ સક્રિય
શહેરમાં એકાએક વાતાવરણમાં પલટાની સાથે મેઘરાજાની તોફાની સવારી આવી પહોંચી હતી. વરાછા અને કતારગામ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જેથી ગરમી અનુભવતાં લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો. જ્યારે કતારગામ વિસ્તારમાં એક મકાન પર વિજળી ત્રાટકી હતી. જેમાં એક કાગડા(પક્ષી)નું મોત થયું હતું.
ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ થયો છે. મહારાષ્ટ્ર પર અપર એર સર્ક્યુલેશન સર્જાતા ગુજરાતની વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે. જેથી દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાના પ્રારંભ થયો હોય તેમ ડાંગ બાદ વલસાડમાં અને બપોર આસપાસ સુરતમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. શહેરના વરાછા અને કતારગામ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે મેઘરાજા મનમુકીને વરસવાનું શરૂ કર્યું હતુ. કતારગામ વિસ્તારમાં આવેલી હરિદર્શન સોસાયટી (ખાડો)ના મકાન નંબર 181 પર વિજળી ત્રાટકી હતી.