- વિશ્ર્વ એઇડસ દિવસના પૂર્વ સૂર્યોદયે
- સોમવારે કણસાગરા મહિલા કોલેજ છાત્રાઓ માટે સેમિનાર અને જનજાગૃતિ રેલીનું સવારે 9.30 કલાકે આયોજન સાથે શહેર જીલ્લા 1500 થી વધુ શાળાના ધો. 9 થી 1રના છાત્રો પોતાની શાળામાં જનજાગૃતિ કાર્યક્રમ કરશે
- જૈન સોસાયટી મુંબઇ સંચાલીત જી.ટી. શેઠ વિદ્યાલયના બે હજારથી વધુ છાત્રો જોડાયા
વિશ્ર્વ એઇડસ દિવસના પૂર્વ સૂર્યોદય રેસકોર્સ એથ્લેટીક ગ્રાઉન્ડ ખાતે જી.ટી. શેઠ વિદ્યાલયના રમોત્સવ સાથે બે હજાર વિદ્યાર્થીઓએ 2100 ફુટ લાંબી વિશાળ રેકોડ બ્રેક રેડ રિબન એઇડસ પ્રિવેન્સન કલબના સથવારે આજે યોજવામાં આવેલ હતી.
આ કાર્યક્રમમાં ધ જૈન એજયુકેશન સોસાયટી મુંબઇ સંચાલિત શાળાના ટ્રસ્ટીઓ ચંદ્રકાન્તભાઇ અંબાવી, ચંદ્રકાન્તભાઇ પારેખ, નવિનભાઇ ઝાટકીયા, કેતનભાઇ મહેતા, હરેશભાઇ વોરા, ડો. રાજુભાઇ કોઠારી, યોગેનભાઇ મહેતા, ભાવિનભાઇ દફતરી અને એઇડસ કલબના પ્રમુખ અરૂણ દવે સહિતના મહાનુભાવો હાજર રહીને લાલ કલરના ફુગ્ગાને હવામાં તરતા મુકીને મશાલ સમગ્ર રેડ રિબન ફરતે પ્રસરાવી હતી. આચાર્ય ભાવેશ દવે, સતિષ તેરૈયાના માર્ગદર્શન તળે સ્ટાફ ગણે જહેમત ઉઠાવી હતી.
કાલે સવારે વિશ્ર્વ એઇડસ દિવસ નિમિતે સ્કુલ ઓફ સાયન્સ – ખંભાળા ખાતેધો. 9 થી 1રના છાત્રો માટે સેમીનાર, રેલી અને રેડ રિબન બનાવાશે., સોમવારે સવારે જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના સહયોગથી શહેર જીલ્લાની 1પ00 થી વધુ શાળાના ધો. 9 થી 1રના છાત્રો પોતાની શાળામાં એઇડસ જાગૃતિની રેડ રિબન બનાવશે.
આજ દિવસે કણસાગરા મહિલા કોલેજ ખાતે કોલેજ છાત્રા માટે સેમિનાર અને જનજાગૃતિ રેલીનું આયોજન કરેલ છે. જેમાં રાષ્ટ્રીય સેવા યુનિટના પ00 થી વધુ છાત્રો જોડાશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિ.ના વિવિધ કોલેજના છાત્રો પણ જોડાશે.
અમારા રમોત્સવ કાર્યક્રમ સાથે એઇડસ જન જાગૃતિને જોડી દેવાય: ભાવેશ દવે (આચાર્ય)
અમારી શાળા છેલ્લા દોઢ દાયકાથી 1લી ડિસેમ્બર વિશ્ર્વ એઇડસ દિવસે રેડ રિબન બનાવે છે. આ વખતે અમારા બાળ રમોત્સવના દિવસે પૂર્વ સૂર્યોદય જનજાગૃતિની રેકોર્ડ બ્રેક રેડ રિબન નિર્માણ કરી હતીે તેમ ‘અબતક’ ની મુલાકાતમાં તેમણે જણાવેલ હતું.
શિક્ષણ સાથે રાષ્ટ્રીય જનજાગૃતિમાં છાત્રો જોડાયા: હરેશભાઇ વોરા (ટ્રસ્ટી જી.ટી. શેઠ વિદ્યાલય)
અમારી શાળા વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃતિ પ્રોજેકટ કરે છે. આ વર્ષે રમોત્સવ સાથે એઇડસ જન જાગૃતિના રાષ્ટ્રીય કાર્યક્રમમાં છાત્ર શકિતને જોડીને એઇડસ પ્રિવેન્સન કલબ સાથે આ અમારુ આયોજન હતું. ભાગ લેનાર તમામને શુભેચ્છા સાથે અભિનંદન