સૌરાષ્ટ્રના વાતાવરણમાં આજે પલ્ટો જોવા મળ્યો છે. ભાવનગરમાં આજે સવારથી જ વાતાવરણ ગોરંભાયું છે. ભારે ઉકળાટ વચ્ચે બપોરના સમયે વરસાદનો પ્રારંભ થયો હતો અને અડધા કલાક સુધી પવન સાથે વરસાદ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.
ગઈકાલે અને આજે પણ મેઘરાજા થોડી ક્ષણો માટે વરસીને જતાં રહ્યા હતા ત્યારે લોકો ઈચ્છી રહ્યાં છે મેઘરાજા મન મૂકીને વરસે તો ઠંડક પ્રસરે અને બફારામાંથી છૂટકારો મળે. ગોંડલનું વેરી તળાવ નર્મદાની નીરથી ઓવરફ્લો થયું છે. છેલ્લા 12 દિવસના વિરામ બાદ ગઢડામાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ગ્રામ્ય પંથકમાં વાવણી લાયક વરસાદ બાદ 12 દિવસ પછી વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. વરસાદ વરસતાં વાવેલા પાકને જીવનદાન મળ્યું છે.