શહેરમાં ૩ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે છતાં સેલરનાં પાણી રાજમાર્ગો પર છોડવામાં આવતા હોવાનાં કારણે રજપુતપરા વિસ્તારમાં વગર વરસાદે જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સામાન્ય રીતે નિયમ મુજબ સેલરનાં પાણી રાત્રી દરમિયાન જ રોડ ઉપર નિકાલ કરવાની જોગવાઈ છે છતાં તેનું પાલન કરવામાં આવતું નથી. પરીણામે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મહિલા કોલેજ ચોકમાં અંડરબ્રીજમાં પણ વરસાદ વિના પાણી-પાણી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ પાણી કયાંથી આવે છે અને તેનો નિકાલ કઈ રીતે કરવો તેના માટે લાખો રૂપિયા ખર્ચાઈ ગયા હોવા છતાં સમસ્યા યથાવત છે. બ્રીજમાં વિના વરસાદે પાણીની સ્થિતિ વચ્ચે અનેક વાહન ચાલકો સ્લીપ થતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે છતાં તંત્ર દ્વારા તેના નિકાલ માટે કયારેય ગંભીરતા લેવામાં આવતી નથી આટલું જ નહીં દિવસે સેલરનાં પાણીનો રાજમાર્ગો પર નિકાલ કરતાં એપાર્ટમેન્ટો પર પણ કૃપાદ્રષ્ટિ રાખવામાં આવી રહી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે, વ્યક્તિની પરખ કરી શકો, શુભ દીવસ.
- રાજકોટમાં મકરસંક્રાંતિ પર ભારત અને આયર્લેન્ડના મહિલા ટીમના ક્રિકેટરોએ પતંગ ઉડાવવાની મજા માણી
- આગથી શૂન્ય થઈ ગયેલી ગોપાલ નમકીન ફેકટરીને ફરી નવા પ્લાન્ટ સાથે શરૂ કરતા બિપીન હદવાણી
- HEROએ લોન્ચ કરિયું ન્યુ HERO DESTINI 125….
- કોરિયન વિમાનના બ્લેક બોક્સે કામ 179 લોકોનો લીધો જીવ
- એક સ્તન કેન્સર ડોક્ટરે કેવી રીતે કર્યો આ રોગનો સામનો
- અમદાવાદ: 7 વર્ષ પછી પણ ન મળ્યું ચાંદી, સુમિત કુમાર શાહે કર્યો હાઈકોર્ટનો સંપર્ક…
- કાલે ગૃહમંત્રી અમિત શાહ વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિમ-સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરશે