જરૂર જણાય જ્યાં પણ પહોંચવા સૂચના મળશે ત્યાં સ્થળાંતર થઇ બચાવ કામગીરીમાં જોડાશે
જ્યારે જ્યારે આફત આવે ત્યારે ત્યારે એની સામે રક્ષણ માટે NDRFની ટીમો હરહંમેશ તહેનાત રહે છે. હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તારમાં બિપરજોય વાવાઝોડું ટકરાવાની દહેશત છે તેને ધ્યાનમાં રાખી તમામ જગ્યા પર NDRFની ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. NDRFની ટીમને 6 મહિના સુધી સખત તાલીમ આપવામાં આવે છે. NDRFના જવાનોને ભૂકંપ, વાવાઝોડું અને અતિભારે વરસાદ સામે બાથ ભીડવા સક્ષમ બનાવવામાં આવે છે. તેમજ 100 ફૂટ ઊંડા પાણીમાંથી પણ રેસ્ક્યૂ કરી શકે છે. એક ટીમ પાસે 60થી વધુ સાધનો હોય છે.
રાજકોટ જિલ્લામાં પણ NDRFની એક ટીમ તહેનાત કરવામાં આવી છે, જે તમામ પ્રકારનાં આધુનિક સાધનો સાથે જિલ્લામાં સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે. NDRFના જવાનોને 6 મહિના સુધી સખત તાલીમ આપવામાં આવે છે. 100 ફૂટ ઊંડે સુધી ડૂબેલા લોકોને પણ બચાવી લે છે. ભૂકંપ, વાવાઝોડું અને અતિભારે વરસાદ સામે આ જવાનો બાથ ભીડે છે. હાલ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, દીવ, પોરબંદર, ગીર-સોમનાથ સહિતના દરિયાકાંઠે NDRFની ટીમ તૈનાત છે.દેશમાં કોઇ કુદરતી આફત આવે ત્યારે NDRFની ટીમ તહેનાત કરી દેવામાં આવે છે. દેશમાં વાવાઝોડું, પૂર, ભૂકંપ કે બિલ્ડિંગ પડી જાય ત્યારે અમારી ટીમ રેસ્ક્યૂ કરી લોકોના જીવ બચાવવા પ્રયાસ કરે છે. અમારાં સાધનોની વાત કરવામાં આવે તો બોટ, રસ્સા, કોમ્યુનિકેશન માટેનાં ઉપકરણો પણ સાથે રાખવામાં આવે છે. અમારી ટીમના જવાનોને 6 મહિના સુધી સખત ટ્રેનિંગ આપવામાં આવે છે.
રાજકોટ જિલ્લામાં આવેલી NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આગળ જરૂર જણાય જ્યાં પણ પહોંચવા સૂચના મળશે ત્યાં સ્થળાંતર થઇ બચાવ કામગીરીમાં જોડાશું.. ભૂકંપ, વાવાઝોડું કે અતિભારે વરસાદ જેવી કુદરતી આફત આવે એ સમયે NDRFની ટીમને તહેનાત કરવામાં આવતી હોય છે.
રાજકોટ એરપોર્ટ ખાતે 2 હેલિકોપ્ટરને સ્ટેન્ડબાય રખાયાં
‘બિપોરજોય’ વાવઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. તમામ સરકારી અધિકારી કર્મચારીઓની રજા કેન્સલ કરી સ્ટેન્ડબાય રહેવા આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે વધુ પડતી અસર થાય તો તેને પહોંચી વળવા માટે ખાસ કોસ્ટગાર્ડ દ્વારા રાજકોટ એરપોર્ટ ખાતે 2 હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યાં છે. જરૂર પડ્યે તેને જે તે સ્થળે મોકલવામાં આવશે.