વૃક્ષો જેવાં નિસ્વાર્થી, નિ:સ્પૃહી, નિષ્પાપ અને મંદિરોનાં ગર્ભ ગૃહો જેવા નિતાન્ત પવિત્ર બન્યા વિના નહિ બચો: આ દેશને ચેતવો!
આપણા દેશના વૈજ્ઞાનિક શ્રી જગદીશચંદ્રે પહેલી વખત આ જગતને એ સિધ્ધાંત દર્શાવ્યો હતો કે, વૃક્ષોમાં પણ જીવની જેમ ચેતના છે, સંવેદના છે. સજીવતા છે. અને તે માનવીઓ સાથે વાતો કરી શકતા નથી, પણ તેમની ખુશી-નાખુશી, ખુશાલી-આઘાત, આનંદ-વેદના અભિવ્યકત કરી શકે છે! દેવોના નાયક ઈન્દ્ર જયારે વરસાદ વરસાવે છે ત્યારે તે આખી જીવસૃષ્ટિ માટે, સમગ્ર પૃથ્વીલોક માટે વરસાવે છે, એવું આપણા ઋષિમૂનિઓએ પણ સમજાવ્યું છે.
વિજ્ઞાન હવે વૃક્ષોની ઉંચાઈ વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે, એકલી ઉંચાઈ જ શા માટે, કદ, રસ, ફળ, કાષ્ટ, અને ભિન્ન આબોહવા એ બધામાં વૃક્ષો આગળ જઈ રહ્યા છે.
અમેરિકાના કેલિફોનીયા વિસ્તારમાં રેડવુડ (હોવાર્ડ લિબ્બી) વૃક્ષો ૩૬૬ ફૂટ ઉંચા ને ઘટા દાર છે. હવે એ વિક્રમ આંબી જવાનાં પગલા લેવાઈ રહ્યા છે. વૃક્ષો ઉપર નામની પતરી ચોડાય છે તેમ હવે વખતોવખત મપાતી ઉંચાઈની પતરી ચોડે છે. એનું કારણ શું ?
માણસને રહેઠાણ માટે તેમજ ઉદ્યોગ માટે વધારે જમીનનો ખપ ઉભો થયો એટલે એ જમીન જંગલો પાસેથી આંચકી લેવા માંડી, ખેતી માટે પણ વધારે જમીનની જરૂર છે જ. એ કોણ આપે ? દરિયો પૂરવાનું કામ સહેલું નથી. અને પૃથ્વી ઉપર છે. તેથી વધારે જમીન બનવાની નથી. એટલે દબાણ પહોચે છે જંગલો ઉપર.
જંગલો કપાતા જાય તે પણ ચાલી શકે એમ નથી એથી લાકડાની તંગી ઉપજે અને વાતાવરણના પ્રશ્ર્નો ઉભા થાય છે. એટલે માર્ગ ખોળ્યો છે કે, વૃક્ષોને પણ શહેરની જંગી ઈમારતોની જેમ ઉંચા કરી લો. અથવા ઓછી જગ્યામાં વધારે વૃક્ષો મેળવી લો.
ડગ્લાસ ફર’નું વૃક્ષ વીસ માળ ઉંચુ હોય છે. એનું લાકડુ ઘણુ મજબૂત, એનો દેખાવ ભવ્ય, અને એનું મૂલ્ય ઘણુ અંકાય છે. તો પણ વિજ્ઞાની માને છે કે એ પણ હજી સુધરી શકશે! વૃક્ષો ઝડપથી ઉંચા ને સીધા વધે એ રીતે એમને કેળવાશે. ત્યાં સુધી કે જંતુ કે રોગની સામે થવાની એની શકિત એ વધારતું જશે, આવુ પાઈન વૃક્ષ એમણે તૈયાર પણ કર્યું છે. પહેલા જે પાઈન વૃક્ષ ચાળીસ વર્ષે કપાવા માટે તૈયાર થતુ તે હવે પચીસ વર્ષમાં તૈયાર થાય છે.
આ વૈજ્ઞાનિક ફેરફાર પંદર વર્ષ પહેલા શરૂ થયા. જેમ જેમ પ્રયોગો થતા જાય છે તેમ તેમ નવી દિશા ઉઘહતી જાય છે. અને વૃક્ષોના કદ, રસ, ફળ, ઘાટ, શોભા બધામાં સમૃધ્ધિ આવતી જાય છે. વૃક્ષોના વંશ બદલાઈ રહ્યા છે.
વૃક્ષ વિજ્ઞાનીઓ શોધી રહ્યા છે. કે કયાં વૃક્ષો વધારે ફળદ્રુપ બને તેમ છે. નવી પધ્ધતિએ તૈયાર થયેલા વૃક્ષોના બીજમાંથી એવા જ સમૃધ્ધ વૃક્ષો ઉત્પન્ન થઈ શકે તો સમજી લેવું જોઈએ કે માણ પાસે પાલતુ પશુ આવી ગયું તેમ પાલતુ વનવૃક્ષ પણ આવી ગયું. પછી એ મનુષ્યને આધીન રહેશે. અને વનનો ત્યાગ કરીને માણસ સંગાથે જીવશે.
વરસાદના પાણીમાં, ફૂવાનાં અને વાવનાં પાણીમાં, નદી-નાળાં અને તળાવો-સરોવરોનાં પાણીમાં, નદીઓનાં જળમાં અને સમુદ્રની જળરાશીમાં સમગ્ર જીવસૃષ્ટિ હિસ્સેદાર છે. એનો ખપપૂરતો અને સંયમ પૂર્વક જ ઉપયોગ કરવો જોઈએ. એમાંય ગાય (ગૌમાતા) સહિત સમગ્ર પશુધનનો તો કદાચ સૌથીક વધારે હિસ્સો છે.
પહેલી પાંજરાપોળનો જન્મ થયો એ પ્રભુની ઈચ્છા અને પ્રેરણાથી જ થયો હોવાનું માય છે. એનું સંચાલન કરનાર સમસ્ત મહાજન અને તેમની સમગ્ર ટીમને કોઈ દયાનિધિ અથવા દયાનિધિના પ્રતિનિધિઓ કહી શકે, એવું નિ;સંદેહ કહી શકાય તેમ છે.
વૃક્ષો મુંગા રહેતા હોવા છતાં એમાં પૂરક છે. વૃક્ષો દ્વારા વરસાદ વરસવાની બધી જ પ્રક્રિયા થાય છે.
જયારે જયારે દુકાળની સ્થિતિ હોય ત્યારે જે પ્રાર્થનાઓ થાય છે તે અબોલ પશુઓ પ્રત્યે દયાના નામે જ થાય છે.
પાંજરાપોળો અને મહાજન પ્રથાનો લોપ આપણા સમાજ માટે હાનિકર્તા છે. અને તેને સજીવન કરીને મોટી સંખ્યામાં વૃક્ષો ઉભા કરવાની ઝુંબેશ વિના માનવજાતને થતું નુકશાન અટકાવી શકાય તેમ નથી.
મોટી મોટી વાતો કરવાથી ખોરડાનાં નળિયાં સોનાના થઈ જતા નથી એને માટે કઠોર પરિશ્રમ કરવો જ પડે છે.
શ્રીમતી ઈંદિરા ગાંધીએ તેઓ વડાપ્રધાન હતા ત્યારે આપણા દેશવાસીઓને એવી શિખામણ આપી હતી કે, કઠોર કોઈ વિકલ્પ નથી.
આવા પરિશ્રમ વિના આપણો દેશ એની ગીબી હટાવી શકયો નથી.
આપણો દેશ ગામડશઓનો બનેલો છે. એ ખેતીપ્રધાન દેશ છે. વરસાદ અને સારા ચોમાસા વિના એનું અર્થતંત્ર ખાડે જ જાય એ નિર્વિવાદ છે. આપણા દેશ નેતાઓએ આપણા દેશમાં પૂન: સુવર્ણયુગ લાવવો હશે તો જગદીશચંદ્ર બોઝે સમજાવેલા વૃક્ષોનાં અને વનરાજીઓનાં મહત્વને લેશમાત્ર ભૂલ્યા વિના એને અમલમાં મૂકવો જ પડશે વૃક્ષોને આપણે આપણા મિત્રો બનાવીએ અને સાથોસાથ રહેવાનો ધર્મ અપનાવીએ તો જ આ દેશ સુવર્ણયુગ નિહાળી શકશે…
અત્યારે જ આપણે એ સૂત્રને ઘોષિત કરીએ: વરસાદ મન મૂકીને વરસે છે. વધો, વધો હે વનનાં વૃક્ષો ? છેક આકાશ સુધી વધો, આસપાસ -ચોપાસ વધો અને આ પૃથ્વી પર સ્વર્ગ સર્જવામાં અમારા સાથીદાર બનો !