ગીર સોમનાથના ઉનામાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. ગોવાની પાર્ટી જેવો ઉનાના એક ગામમાં નજારો જોવા મળ્યો છે. ઉનાના કાલાપણ ગામનાં લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક નબીરાઓ હાથમાં દારૂની બોટલ લઇને ધમાલ કરતા જોવા મળી રહ્યાં છે.

લગ્ન પ્રસંગમાં દારૂનો વરસાદ આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પણ દરરોજ રાજ્યમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાઇ રહ્યો છે. તે જોતા એવુ લાગે છે કે રાજ્યમાં દારૂબંધી માત્રને માત્ર કાગળ પર જ છે. ઉનાના કાલાપણ ગામમાં એક લગ્ન પ્રસંગમાં દારૂનો વરસાદ થતો વીડિયો વાયરલ થયો છે.આ શખ્સોને કાયદાનો કોઇ ડર જ નથી.

વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, કેટલાક નબીરાઓને જાણે કે કાયદાનો ડર જ ના હોય તેમ જાહેરમાં દારૂની બોટલો વચ્ચે મૂકીને ટોળે વળી ડાન્સ કરી રહ્યાં છે. ગુજરાતી ગીત પર ડાન્સ કરતા આ નબીરાઓ દારૂ પીને એક બીજા ઉપર અંતરની જેમ છાંટી રહ્યાં છે.બે શખ્સોની શંકમદ તરીકે અટકાયત કરાઇ.

આ વાયરલ વીડિયો અંગે એએસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યુ હતું કે, ઉના તાલુકાના કાલાપણ ગામનો વીડિયો હોવાનું જાણવા મળ્યુ છે. જેના આધારે આ મામલે વિજય કાંતિભાઈ સોલંકી અને રાણા દિલીપ સોલંકી નામના બે શખ્સોની શંકમદ તરીકે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. વીડિયોમાં જોવા મળતા દ્રશ્યોમાં દારૂ છે કે શું તે અંગે પણ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.