વાતાવરણમાં પલ્ટો, બફારાનો અહેસાસ: અન્ય શહેરોમાં ગરમીનું જોર રહેશે
સૌરાષ્ટ્રના ત્રણ સહિત રાજયના સાત જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજથી ત્રણ દિવસ દરમિયાન રાજયના અલગ અલગ વિસ્તારોમાં માવઠુ પડશે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. બફારાનો અનુભવ થઇ રહ્યો છે. જો કે જયાં વરસાદની આગાહી આપવામાં આવી નથી. ત્યાં ગરમીનું જોર યથાવત રહેશે.
રાજસ્થાનમાં ફરી સાયકલોનીક સરકયુલેશન સર્જાયાના કારણે રાજયમાં ફરી વાતાવરણ પલટાયું છે. દરમિયાન આજે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને બોટાદ ઉ5રાંત દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, વલસાડ અને નવસારી જિલ્લાના છુટા છવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. હજી બે દિવસ માવઠાની અસર જોવા મળશે ત્યારબાદ ગરમીનું જોર વધશે સવારથી બફારાનો અહેસાસ થઇ રહ્યો છે.
ગઇકાલથી વાતાવરણ પલટાતા ગરમીમાં સામાન્ય રાહત જોવા મળી રહી છે. બુધવારે અમરેલી 40.4 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદનું તાપમાન 39 ડિગ્રી, ડિસાનું તાપમાન 36.5 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 39 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 38.4 ડિગ્રી, વડોદરાનું તાપમાન 39.4 ડિગ્રી, સુરતનું તાપમાન 38.6 ડિગ્રી,
નલીયાનું તાપમાન 34.6ડિગ્રી, કંડલા એરપોર્ટનું તાપમાન 38.4 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 37.5 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 37 ડિગ્રી, રાજકોટનું તાપમાન 38.9 ડિગ્રી, વેરાવળનું તાપમાન 32 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 39.5 ડિગ્રી, મહુવાનું તાપમાન 37.4 ડિગ્રી, અને કેશોદનું તાપમાન 39.9 ડિગ્રી નોંધાયું છે.માર્ચ અને એપ્રિલ માસમાં સતત માવઠા વરસ્યા છે મે માસમાં પણ માવઠાની મુસિબત ચાલુ રહેશે.