રાજ્યમાં એપ્રિલ મહિનાના અંતથી જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. વારંવાર થન્ડરસ્ટોર્મના કારણે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.હવામાન વિભાગની આગાહી કરી છે કે, હજુ પણ 13 મેના થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે રાજ્યના વાતાવરણ પલટો આવશે. જેના પગલે ઉનાળામાં પણ બેવડી ઋતુ અને કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થયા છે.
હવામાન વિભાગની આગાહી કરી છે કે, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં એક લૉ પ્રેશર સક્રિય થવાની સંભાવના છે. જો કે, 14 મેના રોજ લો પ્રેશર સક્રિય થવાનું અનુમાન લગાવી શકાશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે લો પ્રેશર બનવાની ગતિવિધિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. લો પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડામાં પરિવર્તિત થવાની પણ સંભાવના છે. જોકે, વાવઝોડું બન્યા બાદ કઈ દિશા તરફ જાય તે પણ મહત્ત્વનું રહેશે. હાલ તો દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે, તેના પર દેખરેખ રાખવામાં આવી રહી છે. સામાન્ય રીતે અરબી સમુદ્રમાં બનતા વાવાઝોડા ઓમાન તરફ ફંટાતા હોય છે. પરંતુ લૉ પ્રેશરમાંથી વાવાઝોડા પરિવર્તિત થયા બાદ જ તેની દિશા નક્કી થઈ શકશે.
હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે કે, 13 મેના થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. જેના પગલે ગુજરાતના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે. જેમાં દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.