શહેરની ઉતાવળિયા નદીમાં પહેલીવાર વરસાદથી પુર આવ્યું
કેશોદ શહેર અને તાલુકામાં બે દિવસ થી વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદ ધિમીધારે પડી રહ્યો છે અને મોસમનો કુલ વરસાદ ૨૮ થી ૩૦ ઈંચ પડી જતાં જગત નો તાત ખુશ થઈ ગયો છે તો બીજી તરફ આજે વહેલી સવારે છ વાગ્યે થી દશ વાગ્યા સુધીમાં ચાર કલાકમાં ચાર થી પાંચ ઈંચ વરસાદ ધમાકેદાર થઈ જતાં તમામ નંદી નાળા પાણી થઈ છલકાઈ ગયા હતા અને શહેરના કાપડ બજારમાં તથા અમુક નદી કિનારે આવેલા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા આમ સતત બે દિવસ થી વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદ ધિમીધારે પડી રહ્યો છે અને મોસમનો કુલ વરસાદ ૩૦ ઈંચ જેટલો થવા આવ્યો છે ત્યારે વરસાદ થી ખેડુતો થયા ખુશ ખુશાલ અને પાક પાણીનું ચિત્ર ખુબજ સરસ જોવા મળી રહ્યુ છે અને શહેરીજનો ની પીવાના પાણી નો પ્રશ્ન પણ હલ થઈ ગયો છે તો બીજી તરફ શહેર ના ગ્રામ્ય વિસ્તારોમાં મુળીયાસા પંચાળા બાલાગામ સુત્રેજ મઢડા જેવા અનેક ઘેડ ગામોમાં પાણી ખેતરોમાં અને લોકો ના ધરોમાં ઘુસી ગયા હોવાનું મઢડા ગામના કુષણકાંત દવે જણાવ્યું હતું.