વરસાદની અસર બેટિંગ અને બોલિંગ પર પણ જોવા મળશે
આઈપીએલ માં નિવૃત્તિ બાદ અંબાતી રાઈડુએ ક્રિકેટને અલવિદા કરી
ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત અને ચેન્નઈ વચ્ચે રમાય હતી પરંતુ તે મેચમાં વરસાદ વેરી બન્યો હતો અને આજે રિઝર્વ ડે એટલે કે 29 મેના રોજ મેચ રમાશે. પરંતુ વરસાદના કારણે રંગારંગ કાર્યક્રમ પણ ફિક્કો જોવા મળ્યો હતો અને વરસાદની અસરથી આજે બેટિંગ અને બોલિંગ ઉપર પણ તેનો પ્રભાવ દેખાશે. વરસાદ પડવાના કારણે આખી મેચ ધોવાઈ ગઈ હતી. ટોસ પણ થઈ શક્યો ન હતો. હવે આ ફાઈનલ મેચનો નિર્ણય રિઝર્વ ડે પર થશે. આ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ અને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. પરંતુ આજે પણ અમદાવાદમાં વરસાદ પડવાની સંભાવના છે. આ સ્થિતિમાં રિઝર્વ ડે પર પણ આ મેચ યોજવી મુશ્કેલ લાગે છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી બે દિવસ ભારે પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જો સાંજે વરસાદ પડે તો આઇપીએલ ફાઈનલમાં ખલેલ પડી શકે છે. ગુજરાતમાં હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે જ્યારે અમદાવાદમાં વરસાદ નહીં પડે એવું હાલ માનવામાં આવી રહ્યું છે જેથી ક્રિકેટ રસીકો ઇન્ડિયન પ્રીમિયર લીગનો ફાઇનલ મેચ નિહાળી શકશે. તંતુ જો વરસાદ પડશે અને મેચ નહીં રમાય તો 2023 એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગની 16 મી સીઝન ના વિજેતા ગુજરાત ટાઇટન્સ ને ઘોષિત કરી દેવામાં આવશે જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ગુજરાત ટાઇટન્સ ની ટીમ પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે રહી હતી. ત્યારે આજે જો મેચ રમાય તો તેમાં પણ વરસાદ ન આવે તેવી પ્રાર્થના ક્રિકેટ રસીકો દ્વારા કરવામાં આવી રહી છે.
ઈન્ડિયન પ્રિમિયમ લીગના આઆઇપીએલ 2023 નો આજે 28 મે ના રોજ ફાઈનલ મુકાબલો ચેન્નઈ સપર કિંગ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે થવા જઈ રહ્યો છે પરંતુ તે શરુ થાય તે પહેલા ચેન્નઈ સુપર લીગના સુપર સ્ટાર પ્લેયર અંબાતિ રાયડુએ એક મોટી જાહેરાત કરી છે. તેણે આઈપીએલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. આ ફાઈનલ મેચ રમાશે તો આ તેની છેલ્લી મેચ હશે. રાયડુએ આ જાણકારી તેની ઓફિસિયલ ટ્વીટર એકાઇન્ટ પર ટ્વીટ કરીને આપી છે. રાયડુ ક્રિકેટ બાદ હવે રાજકારણમાં પ્રવેશ મેળવે તેવી પણ અટકળો સામે આવી રહી છે.