સાવન કો આને દો-વર્ષાઋતુની થીમ પર મહિલા મિલન કલબ અને સુરક્ષા સેતુ દ્વારા યોજાયો અનોખો કાર્યક્રમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતનું રજવાડી સાફો પહેરાવી સન્માન કરાયું
મહિલા મિલન કલબ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા બહેનો તથા બાળકો માટે સાવન કો આને દો વર્ષા‚તુની થીમ ઉપર ડાન્સના શોનું બેનમુન અને ભવ્ય આયોજન કરવામાં આવેલ હતુ.
નવી પેઢીને દેશના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિનું ગમ્મત મારફત જ્ઞાન પીરસવાનું ભગીરથ કાર્ય કરી યુવા પેઢી દીશાહીન બની અવડે માર્ગે ન વળે તેવું ભગીરથ અને મહત્વનું કાર્ય મહિલા મિલન કલબ કરે છે. જે માટે સંસ્થાના પ્રમુખ રીટાબેન ભુપેન્દ્રભાઈ કોટક, રંજનબેન પોપટ, ભાવનાબેન શિંગાળાને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. અને અન્યોને પણ આમાંથી પ્રેરણા મળે તેમ રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે મહિલા મિલન કલબ દ્વારા યોજાયેલ સવાન કો આનેદો કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જણાવેલ હતુ.
કાર્યક્રમમાં સંધ્યાબેન અનુપમસિંહ ગહલૌતે રીમોટ ક્ધટ્રોલ દ્વારા વિશાળ કમળની પાંખડી ખોલી તાળીઓનાં ગડગડાટ વચ્ચે તેમાંથી પોલીસ કમિશ્નરને સરપ્રાઈઝ બહાર લાવી સ્વાગત કરેલ. અનુપમસિંહ ગહલૌતના આગમન પ્રસંગે રાજાશાહી છત્રી જેવી વિશાળ અને આકર્ષક છત્રીમાં ઉકત દંપતિને ડાયસ પર લાવવામાં આવ્યા હતા. ડાયસ પર રજવાડી સાફો પહેરાવી પોલીસ કમિશ્નરનું સંભારણાનાં સેતુ સમાન આકર્ષક મોમેન્ટો દ્વારા કોલમિસ્ટ જગદીશભાઈ ગણાત્રા, ભુપેન્દ્રભાઈ કોટક, નરેન્દ્રભાઈ નથવાણી, જી.આર. રાચ્છ, ઘનશ્યામભાઈ ઠકકર, દ્વારા બહુમાન કરવામા આવેલ શ્રીમતી સંધ્યાબેન ગહલૌતનું સંસ્થાના પ્રમુખ રીટાબેન ભુપેન્દ્રભાઈ કોટક, રંજનબેન પોપટ, ભાવનાબેન શિંગાળા દ્વારા કરવામાં આવેલ.
મંચ સજાવટ પણ સંગીતના ઈન્સ્ટુમેન્ટથી તેમજ સુંદર મજાના ડાન્સના કટ આઉટથી ડેકોરેશનથી કરવામાં આવેલ આ અનોખા અને અદભૂત એવા પ્રોગ્રામની દરેક કૃતિઓ જેમાં કલાસીકલ ડાન્સ, વેર્સ્ટન ડાન્સ, નટવરી નૃત્યમાલા જેવી એક એકથી ચડીયાતી કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવેલ અને પ્રેક્ષકો તથા મહેમાનોએ કલાકારોને બિરદાવેલ હતા.
આ કાર્યક્રમમાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ કાશ્મીરાબેને શુભેચ્છા પાઠવેલ હતી. કાર્યક્રમમાં નિકિતાબેન નથવાણી, જયોતિબેન ગણાત્રા, સુરેશભાઈ કાથરાણી, સંજયભાઈ કકકડ, ઈન્દુબેન શીંગાળા, મીનાબેન જસાણી, પુષ્પાબેન રાચ્છ, ભારતીબેન બગડાઈ, મીનલબેન સોનપાલ, ઈન્દુબેન અનડકટ, બીંદીયાબેન અમલાણી, અશોકભાઈ હીંડોચા, અંજનાબેન હીંડોચા, હર્ષાબેન ઠકકર, જુલીબેન અનડકટ, પૂર્વીબેન ધામેલીયા, દીપ્તીબેન ખંધેડીયા, જીમેશભાઈ તથા તૃપ્તીબેન તેમજ વિવિધ સંસ્થાના હોદેદારો ઉપસ્થિત રહેલ હતા.
સમગ્ર કાર્યક્રમમાં કારોબારી સભ્યો જયોતીબેન ગણાત્રા, લતાબેન રાયચૂરા, ‚પાબેન ભીમજીયાણી,પ્રીતીબેન તન્ના, સ્વીટુબેન પોપટ, અનિતાબેન કેસરીયા, મંજુલાબેન તન્ના, પલ્લવીબેન પોપટ, નીમીષાબેન પુજારા, જલ્પાબેન રાડીયા, અને જયોત્સનાબેન માણેક વગેરે જહેમત ઉઠાવેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રીટાબેન ભુપેન્દ્રભાઈ કોટક તથા ભાવનાબેન શીંગાળાએ કરેલ જયારે સંસ્થાની પ્રવૃત્તિનો ચિતાર રંજનબેન પોપટ આપેલ હતો.