૧૪૦૦ કોચને કુંભમેળાની ઝાંખી સ્વરૂપે શણગારવામાં આવશે  

દેશભરમાં ખુબજ પ્રચલીત અને આસ્થાનું પ્રતિક ગણાતા કુંભમેળા-૨૦૧૯ ‘પ્રયાગરાજ’નું ૧૫મી જાન્યુઆરીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં દેશભરના ભાવીકો ઉપરાંત વિદેશી સહેલાણીઓની પણ ભીડ જોવા મળતી હોય છે. ત્યારે પ્રયાગરાજ કુંભમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે તો ભારતીય રેલવે પણ સજ્જ બન્યું છે.

નોર્થ સેન્ટ્રલ રેલવેના અમીત માલવીયાએ જણાવ્યું હતું કે, રેલવે કુંભમેળા માટે ૮૦૦ સ્પેશીયલ ટ્રેનો દોડતી કરશે. કુંભમેળા સુધી પહોંચવા માટે વિવિધ સ્ટેશનો પર ડાયરેકટ ટ્રેનો રાખવામાં આવશે. ૫૦૦૦ પ્રવાસી ધરાવતી ૫ સ્પેશીયલ ટ્રેનોને ખાસ ડિઝાઈન કરવામાં આવશે. વારાણસીથી આ ટ્રેન મુકવામાં આવશે. ત્યારબાદ નવીદિલ્હી ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી માટે આ ટ્રેનોનો ઉપયોગ કરવામાં આવશે.

કુંભમેળા માટે ૧૪૦૦ કોચ તૈયાર કરવામાં આવ્યા છે જે દેશભરમાં કુંભમેળા પ્રત્યે લોકાેને સંદેશ આપશે. આ ૧૪૦૦ કોચોને રંગબેરંગી તસ્વીરો અને કુંભમેળાના આકર્ષણોથી સજાવવામાં આવ્યા છે. જેમાં પ્રયાગરાજની છબી દેખાશે. ૧૦૦૦૦ ધાર્મિક સ્થળો માટે ચાર મોટા તંબુઓ તેમજ સ્ટેજીસ અલ્હાબાદમાં બનાવવામાં આવ્યા છે. જેમાં વોટરબુથ ટિકિટ કાઉન્ટર, એલસીડી ટીવી, સીસીટીવી કેમેરા અને વેન્ડીંગ સ્ટોલ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.