એક તરફ કોરોનાનો ભરડો દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે.તો બીજી તરફ રાજયભરની હોસ્પિટલમાં ઓક્સિજન તેમજ બેડની સુવિધાઓની અછત ઊભી થઈ છે. આવામાં ઓક્સિજનની વધી જઇ રહેલી માંગણીને પુરી કરવા હવે રેલવેનો સહારો લેવાશે. મહારાષ્ટ્રમાં રેલ્વે બોર્ડે આ માટે મંજૂરી આપી દીધી છે. ઓલ ઓન ઓલ ઓફ સ્કીમ હેઠળ આ મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કેસ વધતા ઓક્સિજનની અછત સર્જાઈ છે ત્યારે ગુજરાતમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે ખાનગી ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પુરવઠાની ભારે અછત સર્જાઈ છે તેને પૂરી કરવા હવે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ રેલવે દ્વારા
ઓક્સિજનનો જથ્થો જલ્દી કોવિડ કેર સેન્ટરોને પહોંચાડવા આવો નિર્ણય કરવો ખૂબ જરૂરી બન્યો છે. રેલવે દ્વારા રોલ ઓન ઓલ ઓફ સ્કીમ હેઠળ ઓક્સિજન પહોચાડાશે તો સપ્લાય ઝડપથી થશે. અને દ્દર્દીઓને બચાવી શકાશે.