તમારૂ આગલુ સ્ટેશન કયારે આવશે તેમજ તમારા નિદિષ્ટ સ્થાનને હજુ કેટલી વાર છે તેની માહિતી હવે મુસાફરી દરમિયાન જ મળી રહેશે
રેલવે ટીકીટ બુકિંગ સરળ બનાવવા ભારતીય રેલવેએ નવી વેબસાઇટ અને એન્ડ્રોઇડ ઇન્ડિયન કેટરીંગ તેમજ ટુરીઝમ કોર્પોરેશન માટેની મોબાઇલ એપ લોન્ચ કરી છે. જેનાથી પેસેન્જરોને ઝડપી ટીકીટ બુકીંગનો લાભ મળી શકે આ નવી વેબસાઇટમાં લોગ ઇન કરવાની પ્રક્રિયા સરળ રાખવામાં આવી છે. તેમજ નેવીગેશન માટે મુસાફરોને સમય ચૂકી જવાની તકલીફ ન પડે તો બાબતનુ ખાસ ઘ્યાન રાખવામાં આવ્યું છે. આ વેબસાઇટ તેમજ મોબાઇલ એપ દ્વારા રાજય પરિવહન અન્ય ટ્રાવેલ વેબસાઇટમાંથી વેપાર માટે નવી સિઘ્ધી પ્રાપ્ત કરવાના લક્ષ્યાંકો ધરાવે છે.
મુસાફરો મુસાફરી માટેની યોજના બનાવી શકે મો ક્ધફોર્મ થયેલી ટીકીટ તેમજ તેની તારીખ ડિસ્પ્લે ફિસર્ચ દ્વારા બતાડવામા આવશે. પરિવહન વિભાગ મુસાફરો માટે ટ્રેનનું આગમન તેમજ અલગ પડવાના સમયે તેમને એલર્ટ કરવા માટે એસએમએમ સિસ્ટમ દ્વારા માહીતી પહોચાડવાની વિચારણા કરી રહ્યું છે. આ ટેકસ મેસેજ દ્વારા પેસેન્જરોના મોબાઇલ ફોન પર મુસાફરી દરમ્યાન જો કોઇ ટ્રેન મોડી પહોચવાની હોય અને સમય બદલાયો હોય તો તેની પણ તેમને માહીતી મળી રહેશે.
તથા તેમને આગલુ સ્ટેશન કયારે આવશે તેમજ તેમણે ઉતરવાનું ફાઇનલ કેસ્ટીનેશનને હજુ કેટલી વાર છે તે પણ તેમને મુસાફરી દરમ્યાન જ ખબર પડી જશે આ નવું ફિચર્સ ઇસરો દ્વારા જોડવામાં આવ્યું છે જેમાં સેટેલાઇટના માઘ્યમથી ટ્રેનનું ચોકકસ લોકેશન જાણવા મદદરુપ બનશે. માટે હવે ધકકા મુકકીની ટીકીટ લાઇનમાં લોકોએ ઉભવાની જરુર નથી રેલવે અધિકારીઓના મતે અન્ય ટ્રાવેલ વેબસાઇટ નેવીનેશન માટે ખુબ જ ઉપયોગી છે માટે જ આ પ્રકારની નવી વેબસાઇટ લોકો માટે મદદરુપ થશે અને આઇઆરસીટીસીનો આ એક નવતર પ્રયાસ છે.