હવે ટ્રેનમાં પણ વિમાનની જેમ ઈકોનોમી એસી કલાસની મુસાફરી: ભાડુ થર્ડ એસીથી સસ્તુ
ભારતીય રેલવે મુસાફરોને સસ્તામાં એસીની મુસાફરી કરાવવા જઇ રહ્યું છે. ટ્રેનોમાં વિમાનની જેમ ઇકોનોમી એસી કોચ આવશે. આ કોચનું ભાડું હાલના થર્ડ એસી કોચના ભાડાંથી પણ ઓછું થશે. આ પ્રસ્તાવિત ફુલ એસી ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેક્ધડ એસી અને થર્ડ એસી કોચ ઉપરાંત ઇકોનોમી એસી ક્લાસના ૩ ટિયર કોચ હશે. આ પગલાથી રેલવેની આવક વધશે અને લોકોને ઓછા પૈસામાં એસી ક્લાસની મુસાફરી કરવા પણ મળશે.
અત્યારે મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર ઉપરાંત ત્રણ કેટેગરી (ફર્સ્ટ એસી, સેક્ધડ એસી અને થર્ડ એસી)ના એસી કોચ હોય છે. બીજી બાજુ રાજધાની, શતાબ્દી અને હમસફર જેવી ટ્રેનો ફુલ એસીવાળી હોય છે. ઇકોનોમી એસી ક્લાસમાં મુસાફરોને ચાદર-કામળાની જરૂર નહીં પડે, કારણ કે તેનું તાપમાન ૨૪-૨૫ ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવશે. પ્રસ્તાવિત ટ્રેન સંપૂર્ણ એસી હશે અને તેમાં દરવાજા પણ ઓટોમેટિક ફીચર સાથેના હશે. રેલવે પસંદગીના માર્ગો પર વધુને ્વધુ લોકોની મુસાફરી આરામદાયક બનાવવા માગે છે. તેને ધ્યાનમાં રાખીને આ આઇડિયાના અમલીકરણની યોજના કરાઇ રહી છે. રેલવેએ જૂની સવલતોમાં સુધારણા લાવવા માટે આ પગલું ભર્યું છે. એ માટે એક ખાસ ટીમ પણ બનાવાઇ છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે નવા ઇકોનોમી એસી ક્લાસમાં અન્ય એસી ટ્રેનોની જેમ વધુ પડતી ઠંડક નહિ રહે અને તાપમાન ૨૪-૨૫ ડિગ્રી સેલ્સિયસની આસપાસ ફિક્સ કરી દેવાશે.
મુસાફરો બહારની ગરમીથી બચીને આરામથી મુસાફરી કરી શકે તેવો રેલવેનો હેતુ છે. આ ટ્રેનમાં ઇકોનોમી એસી ક્લાસના સૌથી વધુ કોચ હશે.એવું મનાય છે કે નવી શરૂ થનારી એસી ટ્રેનોમાં ઇકોનોમી એસી કોચ ગોઠવવામાં આવશે. જોકે હાલમાં ઇકોનોમી કોચની યોજના પ્લાનિંગ લેવલ પર જ છે. અન્ય બાબતો ફાઇનલ થયા બાદ તેના નિર્માણ સાથે જોડાયેલી બાબતો પર નિર્ણય લેવાશે.
બાબુઓને નવા વાઘા
ભારતીય રેલવે મુસાફરી સહિત અન્યો નવા ફેરફાર કરવા પણ અગ્રેસર છે. જેમાં હવે ગ્રાહકોને અટેન્ડ કરતો રેલવેનો સ્ટાફ ફલોરેસેન્ટ જેકેટ અને કાળા તેમજ પીળા ટીશર્ટથી સજજ દેખાશે. ઓકટોમ્બરમાં તહેવારોની સીઝનમાં તેઓ નવા રંગ‚પમાં જોવા મળશે. રેલવેના આશરે પાંચ લાખ કર્મચારીઓ ફેશન ડિઝાઈનર રિતુ બેરીએ રેલવે માટે તૈયાર કરેલા નવા યુનિફોર્મસમાં પ્લેટફોર્મ પર દેખાશે. જેમાં ઓન-બોર્ડ સ્ટાફ, ટીટીઈએસ, સ્ટેશન માસ્ટર્સ, ગાર્ડસ, ડ્રાઈવર્સ અને કેટરીંગ સહિતના કર્મચારીઓનો સમાવેશ છે. રેલવે બાબુઓનાં નવા વાઘામાં ભારતીય રેલવેનો લોગો કોતરાયેલો હશે તેમજ બ્લેક કલરની ટી શર્ટસ હાફ અને ફૂલ સ્લીવમાં રહેશે. આ ઉપરાંત, ટ્રેનમાં કેટરીંગ સ્ટાફ વાળા કર્મચારીઓનાં યુનિફોર્મ બ્લેક લાઈનની સાથે વ્હાઈટ કલરનાં ટીશર્ટ રહેશે. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ વર્ષ ૨૦૧૬-૧૭ના બજેટમાં ભાષણ આપતા કહ્યું હતુ કે યાત્રીકોની સાથે સીધો સંબંધ ધરાવનાર કર્મચારીઓ માટે નવો યુનિફોર્મ તૈયાર કરાશે જે આપણા નેટવર્કમાં તેના કાર્યના અનુ‚પ તેને નવું ‚પ પ્રદાન કરશે. હાલ, ટીટીઈ, સ્ટેશન માસ્ટર અને ગાર્ડ સહિતના રેલવે કર્મચારીઓ, ઘણા સમયથી અગાઉ ડીઝાઈન કરેલા વાઘા પહેરે છે. રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, નવી ડિઝાઈનના યુનિફોર્મની સાથે રેલવેની આ પરિવર્તન યાત્રા સંગઠનની વિશિષ્ઠ ક્ષમતાની તરફ સંકેતો આપે છે. વર્કશોપ અને પ્રોડકશન ઈકાઈમાં કાર્યરત ટેકનીકલ કર્મચારીઓને પણ નવા યુનિફોર્મ અપાશે.