- રૂ. પ0 કરોડના ખર્ચે રૂખડીયા કોલોની તરફ સ્ટેશન બીલ્ડીંગ બનાવાશે, ફુટ ઓવર બ્રિજ, કવર શેડ, એડીશનલ પ્લેટ ફોર્મ, અન્ડર બ્રિજ બનાવવા રેલવેની કવાયત
- પ્લેટફોર્મ નં.4 અને પ પર કવર શેડ, મોડયુલર ટોઇલેટ, લીફટ, પાથ વે સહિતની કામગીરી જુનમાં પૂર્ણ થશે
ભારતીય રેલવે મુસાફરોને ઉત્તમ સુવિધા પુરી પાડવા માટે જાણીતું છે. સૌથી વધુ લોકો લાંબા રૂટ માટે ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે. ત્યારે ભારતીય રેલવે દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત વિવિધ સ્ટેશનોનું રિ-ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે.
ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે હાલ પ્લેટફોર્મ નંબર 4 અને પ પર ફુલ કવર શેડ, મોડયુલર ટોઇલેટ તથા મુસાફરોના અવર-જવર માટે લીફટ બનાવાશે. વોટર હાઇડ્રેન્ડ ની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. તથા પ્લેટફોર્મ નં. 4 અને પ પર લાઇટ પંખા પાથ વેની સુવિધા ઉ5લબ્ધ કરાવાશે.
મળતી માહીતી મુજબ પ્લેટ ફોર્મ નંબર 4 અને પ પર રૂ. 2.63 કરોડના ખર્ચે કવર શેડ, 50.25 લાખના ખર્ચે મોડયુલર ટોઇલેટ, 1.49 કરોડના ખર્ચે વોટર હાઇડ્રેન તથા રૂ. 39 લાખના ખર્ચે મુસાફરોના અવર જવર માટે લીફટ બનાવાશે. તથા પ્લેટ ફોર્મ પર પાથ વે લાઇટ, પંખાની સુવિધા જુન માસના અંતિમ સપ્તાહમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ તમામ કામગીરી માટે રૂ. 4.89 કરોડનો ખર્ચ થશે.
રાજકોટ રેલવે સ્ટેશનના રિ-ડેવલોપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવનાર છે. રાજકોટ રેલવે સ્ટેશન પર વધુ ટ્રેનોની અવર જવર મુસાફરોની અવર-જવરને ઘ્યાને લઇને રૂખડીયા કોલોની તરફ નવો રસ્તો બનાવાશે. ત્યાં નવું સ્ટેશન બિલ્ડીંગ બનાવાશે. તથા 1ર મીટરનું ફુટ ઓવર બ્રીજ, લીફટ તથા સ્ટેશનની બન્ને બાજુ સરકયુલેટીંગ એરીયાને વિકાસવાશે, નવા કવર શેડ તથા નવા એડીશ્નલ પ્લેટફોર્મ તથા રૂખડીયા કોલોનીના ફાટક પાસે અંડર બ્રીજ બનાવાશે. અંદાજે 50 કરોડના ખર્ચે સ્ટેશનનું રિ-ડેવલોપમેન્ટ કરવામાં આવશે.
મળતી માહીતી મુજબ રાજકોટ રેલવે સ્ટેશન પર યાત્રીકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીકો માટે અનેક વિધ સુવિધા પુરી પાડવા રેલવે દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
મુસાફરોની સરળતા માટે રૂખડીયા કોલોની તરફ નવો રસ્તો બનાવાશે. તથા ત્યાં સ્ટેશન બીલ્ડીંગ બનાવાશે. બન્ને તરફ સકકયુલેટીંગ એરીયાને વિકાસાવાશે.
તથા એડીશનલ પ્લેટ ફોર્મ, કવર શેડ, લાઇટ, પંખા, તથા રૂખડીયા કોલોની ફાટક પાસે અંડર બ્રીજ બનાવાશે. તેવું રેલવેના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.