મહેસાણા જીલ્લાના વડનગર સહિતના તમામ ગામોનો વિકાસ કરવામાં ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બાળપણમાં જે વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા તે સ્ટેશનની હવે કાયાકલ્પ થવા જઇ રહી છે. રેલ્વે કેન્દ્રીય મંત્રી મનોજસિન્હાએ જણાવ્યું કે, ‚ા. આઠ કરોડના ખર્ચે આ સ્ટેશનને નવા વાઘા પહેરાવવામાં આવશે. સિન્હા અહીં સચના ગામે ઇંગ્લેન્ડ ક્ધટેનર ડીપોટના ઉદઘાટન માટે આવ્યા હતા. તે દરમ્યાન આ પ્રકારની જાહેરાત કરાઇ હતી.
વર્ષ ૨૦૧૪માં લોકસભા ચુંટણી દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પિતા સાથે વડનગર સ્ટેશન પર ચા વેચવા બાબતે ઘણીવાર ઉલ્લેખ કર્યો હતો. મહેસાણા જીલ્લાનું વડનગર તેમનું જન્મસ્થાન પણ છે. પ્રોજેક્ટની બાકી જાણકારી ઉપર વાત કરતા અમદાવાદના ડિવિજનલ રેલવે મેનેજર દિનેશ કુમારે કહ્યું કે, મહેસાણા જીલ્લાના વડનગર સહિતના તમામ ગામોના વિકાસ કાર્યોમાં લગભગ ૧૦૦ કરોડ ‚પિયાનો ખર્ચ થશે. તેમણે વધુમાં કહ્યું કે, વડનગર રેલ્વે સ્ટેશનનો વિકાસ વડનગર, મોઘેરા અને પાટણને વિકસીત કરવાના મુખ્ય કાર્યોમાંથી એક છે.
પર્યટન મંત્રાલય વડનગર સ્ટેશનના વિકાસ માટે પર્યટન વિભાગને અત્યાર સુધીમાં ૮ કરોડ ‚પિયા આપી ચૂક્યું છે. તેમજ રેલવેએ વડનગર-મહેસાણા ‚ટની મીટર ગેજ લાઇનને બ્રોડ ગેજ લાઇન બનાવવાનું કામ શ‚ કરી દીધુ છે. આ સાથે રેલ મંત્રી સિન્હાએ જણાવ્યું કે, મંત્રાલય લાઇન પર યાત્રી ટ્રેનોની સાથે બધી માલવાહક ટ્રેનોના ટાઇમટેબલ લાગુ કરવા પર વિચાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, હાલ એકપણ માલવાહક ટ્રેનો ટાઇમટેબલ પર ચાલતી નથી અને એક પાયલોટ પ્રોજેક્ટની શ‚આત કરી છે. જેમાં ત્રણ-ચાર ટ્રેનો ટાઇમટેબલ પર ચાલી રહી છે. પ્રોજેક્ટના પરિણામનું વિશ્ર્લેષણ કર્યા બાદ અમે બધી માલવાહક ટ્રેનો માટે આ સિસ્ટમ લાગુ કરવાનો વિચાર કરી રહ્યા છીએ.