ચિનાબ નદી પર વિશ્ર્વનો સૌથી ઉંચો બ્રિજ બનાવતું રેલવે: બ્રિજની સ્ટ્રક્ચરલ ડિઝાઇનમાં અત્યાધુનિક ‘ટેકલા’ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે
ભારતમાં જો કોઈ સ્વર્ગ હોય તો તે કાશ્મીર છે ત્યારે લોકો વિશ્વના ખૂણે ખૂણેથી અહીં એટલે કે જમ્મુ કાશ્મીર ની મુલાકાત લેતા હોય છે અને સ્વર્ગની અનુભૂતિ પણ કરે છે. જમ્મુ કાશ્મીર હાલ વિકાસવાદ તરફ આગળ વધી રહ્યું છે જેને ધ્યાને લઈ સરકાર પણ અનેકવિધ વિકાસના કામોને ઝડપભેર આગળ ધકેલવા માટેના પ્રયત્નો પણ કરે છે. રેલ્વે મંત્રાલય ચેનબ નદી ઉપર વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ બનાવ્યો છે અને તેની અત્યંત નયનરમણીય તસ્વીર પણ જાહેર કરી છે.
પૃથ્વી પરનું સ્વર્ગ તરીકે ઓળખાતું કાશ્મીર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયેલું છે. કાશ્મીરની સુંદરતા લોકોના મનને આકર્ષિત કરે છે. જમ્મુ-કાશ્મીરમાં રેલ્વે નેટવર્કને વધુ મજબૂત બનાવવા અને વિકાસની હરણફાળ વધારવા માટે રેલ્વે વિભાગે ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ બનાવ્યો છે. રેલ્વેએ આ બ્રિજની કેટલીક અદભૂત તસ્વીરો લોકો સમક્ષ મૂકી છે. આ ફોટોસમાં પુલની નીચે વાદળ છવાયેલું છે.
જાણે કે નદીમાં પાણીની જગ્યાએ વાદળ વહી રહ્યું છે. રેલ્વે મંત્રાલયે ટ્વિટર પર દુનિયાના સૌથી ઊંચા રેલ બ્રિજ ચિનાબ બ્રિજની કેટલીક આશ્ચર્યજનક ફોટોસ શેર કરી છે. ચિનાબ બ્રિજ એ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિન્ક પ્રોજેક્ટનો એક ભાગ છે. ભારતીય રેલ્વેએ ચેનાબ બ્રિજની અદભૂત તસવીરો શેર કરતા જ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. ભારતીય રેલ્વે દ્વારા શેર કરવામાં આવેલા અત્યંત અલોકીક ફોટાથી બાદ ટ્વિટર વપરાશકર્તાઓએ આ બ્રિજ બનાવવા બદલ રેલ્વે વિભાગની પ્રશંસા કરી હતી. અત્યંત મુશ્કેલ ટોપોગ્રાફી અને હવામાનની પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. રેલ્વે મંત્રાલયના જણાવ્યા મુજબ બ્રિજની સ્ટ્રક્ચરલ ડિઝાઇનમાં અત્યાધુનિક ’ટેકલા’ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સ્ટ્રક્ચરલ સ્ટીલ માઇનસ 10 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ માટે યોગ્ય છે, એમ તેણે વધુમાં જણાવ્યું હતું.