6 ડિસેમ્બરે એટલે કે સંસદના શિયાળુ સત્રના ત્રીજા દિવસે કેન્દ્રીય રેલવે મંત્રીએ મહત્વપૂર્ણ આંકડા રજૂ કર્યા છે. રેલવેએ 2019-20માં મુસાફરોની ટિકિટ પર 59,837 કરોડ રૂપિયાની સબસિડી આપી હતી. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભારતીય રેલ્વે હંમેશા સમાજના તમામ વર્ગોને સસ્તી સેવાઓ આપવાનો પ્રયત્ન કરે છે.
સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી : વર્ષ 2019-20ના આંકડા રજૂ કરાયા
2019-20માં વિભાગે મુસાફરોની ટિકિટ પર 59,837 કરોડ રૂપિયાની સબસિડી આપી છે. તેમણે કહ્યું કે તે રેલ્વે દ્વારા મુસાફરી કરતા દરેક વ્યક્તિને સરેરાશ 53 ટકાની છૂટ આપે છે. આ સબસિડી તમામ મુસાફરો માટે ચાલુ રહે છે.
વૈષ્ણવે માહિતી આપી હતી કે આ સબસિડીની રકમ ઉપરાંત અનેક કેટેગરીઓ માટે છૂટછાટો ચાલુ રહે છે જેમ કે વિકલાંગ વ્યક્તિઓની ચાર શ્રેણીઓ (દિવ્યાંગજન), દર્દીઓની 11 શ્રેણીઓ અને વિદ્યાર્થીઓની આઠ શ્રેણીઓ હેઠળ છૂટછાટ આપવામાં આવે છે. 2022-23 દરમિયાન લગભગ 18 લાખ દર્દીઓ અને તેમના પરિચારકોએ આ વિશેષ રાહતનો લાભ લીધો હતો.
આ ઉપરાંત શિયાળુ સત્રમાં જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ 2023 પણ રજૂ કરવામાં આવ્યું છે. જેના લીધે કાશ્મીરી પંડિતોથી માંડી કાશ્મીરના વિકાસને વેગ આપવામાં આવશે.