રેલવે ટુરિઝમને બુસ્ટર ડોઝ આપવા ગુજરાત સહિતના પાંચ રાજયોની રેલવે લાઇનો હેરીટેજ જાહેર કરાશે

ભારતમાં કુલ પાંચ પ્રકારની રેલવે લાઇનો છે. જેનું નિર્માણ બ્રિટીશ શાશનકાળમાં કરવામાં આવ્યુઁ હતું. આ પાંચમાંથી ચાર લાઇનો આજે પણ કાર્યરત છે. દાર્જીલીંગની નેરોગેઝ ટ્રેન પર્યટકો માટે આજે પણ બાદશાહી સફર છે. એમ જ ગુજરાતના ગીરના જંગલોના મીટર ગેજ રેલવે લાઇનોને હેરીટેજ જાહેર કરવામાં આવશે.

ભારતીય રેલવેએ અમુક મીટરગેજ લાઇનોને બ્રોડગેજમાં પરિવર્તીત કરવાનું કહ્યું છે માટે તેને પર્યટન સ્થળ બનાવી શકાય, ગુજરાતમાં પ૦  કી.મી. લાંબી મીટર ગેજ રલવે લાઇનો છે. જે ગીર અભ્યારણથી દોડે છે. જે ગીર અભ્યારણથી દોડે છે તેને હવે હેરીટેજ લાઇન જાહેર કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મઘ્યપ્રદેશ ,આસામ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત એમ પાંચ રાજયોની લાઇનોને હેરીટેજ જાહેર કરાશે તેમાંથી વધુ પ્રમાણની ટ્રેનો અભ્યારણ અથવા પર્યટન સ્થળો પાસેથી પસાર થાય છે.

મ્હાઉ કલાકુંદ વિઘ્યાંચલ માઉન્ટેઇન પાસેથી પસાર થઇ પતલપાણી વોટર ફોલ તરફ જાય છે જે યુપીથી લઇને ધુંથભા નેશનર પાર્ક ે જાય છે.

ઉલ્લેખનીય છે કે હેરિટેજ ટુરીઝમને વધુ પ્રોત્સાહીત કરવા રેલવે મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવાયો છે. દાર્જીલીંગમાં આવેલી નેરોગેજ ટ્રેન મુસાફરો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની છે જેને ત્યાંના લોકો બેબી ટે્રન અથવા ટોટટ્રેન તરીકે ઓળખાવે છે. ટુરીઝમને બુસ્ટરડોઝ આપવા અને વિદેશી સહેલાણીઓને આકર્ષવા ખાસ હેરીટેઝ અને ટુરીસ્ટ ટ્રેનો દોડાવવા માટે પણ રેલ મંત્રાલય વિચારણા કરી રહ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.