- રાજ્યના વિવિધ રેલ પ્રોજેક્ટ માટે ગત વર્ષની સરખામણીમાં 15%નો વધારો બજેટમાં કરાયો
બજેટમાં ગુજરાત રેલવેને ઘણો બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે એટલુજ નહીં સ્ટેશનોના નવિનીકરણની સાથે 2948 કિલોમીટરના નવા ટ્રેક બનાવવા માટે રૂપિયા 8743 કરોડની જંગી ફાળવણી કરવામાં આવી છે જે ગુજરાતના રેલવેની કાયાપલટ કરશે. કેન્દ્ર સરકાર અને રેલ મંત્રાલય દ્વારા આ વખતે ગુજરાત ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટો માટે ફાળવણીમાં જંગી વધારો થતાં આ વર્ષે રૂ.8743 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આ વર્ષના અંદાજપત્રમાં જોગવાઈઓ અંગે મીડિયાને માહિતી આપતા કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક તથા આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણુએ આજે જણાવ્યું હતું કે, વર્ષ 2009-2014 દરમિયાન રૂ. 589 કરોડના વાર્ષિક સરેરાશ ખર્ચની સરખામણીમાં ગુજરાત માટેના ખર્ચમાં આશરે 15 ગણો વધારો થયો છે. મંત્રીએ માહિતી આપી હતી કે ગુજરાતમાં 30,826 કરોડની કિંમતના 2,948 કિમીને આવરી લેતા (નવા ટ્રેક) સહિત 42 પ્રોજેક્ટ ચાલુ છે. ટ્રેકના વિકાસની વાત કરીએ તો, 2009-14 દરમિયાન 132 કિમીની સરખામણીમાં 2014-2024 દરમિયાન 224 કિમી જ્યારે ગુજરાતમાં 2009-14 દરમિયાન માત્ર 13 કિમીની સરખામણીમાં 2014-24 દરમિયાન 300 કિમીનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે. વધુમાં, 2014 થી ગુજરાતમાં 989 રેલ ફ્લાયઓવર અને અન્ડર-બ્રિજ બનાવવામાં આવ્યા છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ સ્ટેશનોને અમૃત સ્ટેશનમાં કરાયો સમાવેશ
રાજકોટ, ભક્તિનગર, પડધરી ભાવનગર, ભાટિયા, ભાણવડ , દ્વારકા, ગાંધીધામ, ધ્રાંગધ્રા, ગોંડલ, હાપા, જામ જોધપુર,જામ વંથલી, જામનગર, જુનાગઢ જંકશન, કેશોદ, ખંભાળિયા, લખતર, લીંબડી, મહુવા, કાનાલુસ જંકશન, ન્યુ ભુજ, ઓખા,પોરબંદર,રાજુલા જંકશન, મોરબી, સાવરકુંડલા,સોમનાથ,સુરેન્દ્રનગર, થાન,વેરાવળ, અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, અસારવા, બારડોલી, ભચાઉ, ભરૂચ, ભેસ્તાન, ભીલડી, બીલીમોરા જંકશન, બોટાદ જંકશન, ચાંદલોડિયા, ચોરવાડ રોડ, ડભોઇ જંકશન, દાહોદ, ડાકોર, ડેરોલ, ગોધરા જંકશન, હિંમતનગર, કલોલ જંકશન, કરમસદ, કીમ, કોસંબા જંકશન , લીમખેડા, મહેમદાવાદ ખેરા રોડ, માહેસ્ના જંકશન, મણિનગર, મીઠાપુર, મિયાગામ કરજણ જંકશન, નડિયાદ જેએન, નવસારી, પાલનપુર જંકશન, પાલિતાણા, પાટણ, પ્રતાપનગર, સાબરમતી બીજી, સાબરમતી એમજી, સચિન, સામખિયાળી, સંજાણ, સાયનસિદ્ધપુર, સિહોર જંકશન, સોનગઢ, સુરત, ઉધના, ઉદવાડા, ઉમરગાંવ રોડ, ઊંઝા, ઉતરણ, વડોદરા, વાપી, વટવા, વિરમગામ, વિશ્વામિત્રી.