સ્ત્રી અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધી દ્વારા રેલમંત્રી સુરેશ પ્રભુ પાસે પત્ર દ્વારા કરાયેલ માંગણીનો સ્વીકાર
ટ્રેનમાં મુસાફરી માટે રાહ જોઇ રહેલ મહિલાઓને રેલવે સ્ટેશન ૧૦૦ વેઇટીંગ ‚મોમાં અલાયદી જગ્યાની ફાળવણી કરવામાં આવશે, કે જેઓ બાળકોને પેટ ભરાવતી હોય.
રેલવે મંત્રાલય દ્વારા સ્ત્રી અને બાળ વિકાસ મંત્રાલયની સુચનાથી તમામ રેલવેના ઝોનલ અધિકારીઓને મહિલાઓને બાળકને પેટ ભરાવવા માટે અલાયદી જગ્યાની ફાળવણી કરવા સુચન આપવામાં આવ્યું છે.
અગાઉ આ વર્ષે સ્ત્રી અને બાળ મંત્રી મેનકા ગાંધી દ્વારા રેલવે મંત્રી સુરેશ પ્રભુને સ્ત્રીઓને જાહેરમાં પેટ ભરાવવામાં મુશ્કેલી ન પડે તે માટે અલાયદી જગ્યાની ફાળવણી કરવા પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્ર બાદ રેલવે બોર્ડના ઝોનલ અધિકારીઓને પેટ ભરાવતી સ્ત્રીઓ માટે અલાયદી જગ્યાની ફાળવણી કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
આ અલાયદી જગ્યામાં નાનુટેબલ અને ખુરશી રાખી તેની આસપાસ પડદો રાખી અલાયદી જગ્યાની ફાળવણી કરવામાં આવશે. જે અંતર્ગત અત્યાર સુધીમાં દેશના ૧૦૦ વેઇટીંગ ‚મોમાંઆ ફેસેલીટી ઉભી કરવાની જોગવાઇ કરવામાં આવી છે.
આ અમલવારી માટે મેનકા ગાંધી દ્વારા ખુશી વ્યકત કરવામાં આવી હતી. મેનકાએ જણાવ્યું હતું કે પેટ ભરાવવું બાળકના સ્વાસ્થ્ય માટે ખુબ જ‚રી છે. ત્યારે અમે ચોખ્ખા, સલામત અને અનોખા જાહેર સ્થળો પર આ વ્યવસ્થા ઉભી કરીશું કે જેમાં સ્ત્રી તેના બાળકને શાંતિથી પેટ ભરાવી શકે., ત્યારબાદ દેશના તમામ રેલવે સ્ટેશનોમાં તેની અમલવારી થાય તે ઇચ્છનીય છે.
પ્રભુને પત્રમાં મેનકાએ જણાવ્યું હતું કે, જયારે મહીલા યાત્રિઓ સ્ટેશન પર ઘણા કલાકો સુધી રાહ જોતી હોય છે. ત્યારે તે તેના બાળકને પેટ ભરાવી શકતી નથી. અને તેના કપડા સરખા કરવાની પણ ફેસેલીટી નથી હોતી. ત્યારે રેલવેમાં ઇન્ફ્રાસ્ટ્રકચરમાં આ જગ્યાની ફાળવણી કરી તેનો ઉમેરો કરો.