રેલ્વે કર્મચારીઓને કાર્ય પ્રત્યે નિષ્ઠા રહે તથા પ્રોત્સાહન મળે તે હેતુથી એવોર્ડ એનાયત થયા
રાજકોટ ખાતે ૬૩મો રેલવે સપ્તાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેલવેના કર્મચારીઓને પોતાના કાર્ય પ્રત્યે નિષ્ઠા રહે તથા પ્રોત્સાહિત કરવા માટે એવોડસ સમારોહ યોજાયો હતો.
જયાં રેલવેના ૭૩ કર્મચારીઓને તથા ૧૯ ગ્રુપ મેમ્બર્સને સીલેકટ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં રેલવેના ઓફીસમાંથી લઇને ડીઆરએમ પી.બી. નીનાવે, એ.ડી.આર.એમ. એસ.એસ.યાદવ, સીનીયર ડીસીએમ રવિન્દ્ર શ્રીવાસ્તવ, ડીપીઓ આર.કે. ઉપાઘ્યાય, પ્રેસિડેન્ટ ઓફ મહીલા સમીતી શ્રીમતિ ભારતી નીનાવે હાજરી આપી હતી.
કાર્યક્રમ અંગે ડીઆરએમ પી.બી. નિનાવેએ જણાવ્યું હતું કે દરવર્ષે રેલવે કર્મચારીઓને પોત્સાહીત કરવા માટે એવોર્ડસ ફાળવવામાં આવે છે. જેથી વધુને વધુ નિષ્ઠાથી કામ થાય તથા મીકેનીકલ, સફાઇ ઇન્જીનીયરીંગ ટેલીફોન જેવા વિભાગોમાં પણ ઉચ્ચતર કામગીરી ભજવવાને લીધે ગ્રુપ એવોર્ડ પણ ફાળવામાં આવે છે જેથી દરેક કર્મચારીનો કામ પ્રત્યે વિશ્ર્વાસ અને જુસ્સો વધે…
ગત વર્ષ થયેલા કાર્યો તથા પોતાના પ્લસ અને માઇનસ પોઇન્ટ જાણીને તેનો રીવ્યુ કરવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
તથા ગત વર્ષ એન્જીનીયરીંગમાં થયેલા કામ વિશે જણાવતા કફયુ ૮ કી.મી.નો નવો ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. તથા ઇલેકટ્રીકલ વિભાગ દ્વારા બધા જ સ્ટેશનોને એલઇડી લાઇટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો, તથા ડીઆરએમ ઓફીસને નેશનલ લેવલ પર બ્યુરો ઓફ નેશનલ એનજી ઇરીશીયન્સી તરફથી ત્રીજા નંબર નો પુરસ્કાર આપવામાં આવ્યો છે. તથા સેફટી વિશે જણાવતા કહ્યું કે એકપણ એડિસડન્ટ અસ્માઇલ લેવલપર નથતા આ એક ઉ૫લબ્ધી છે તેના વિશે ચર્ચા કરવામાં આવે છે તથા આગળના પગલા શું હશે તે વિશે પ્લાનીંગ કરવામાં આવે છે. તથા રેલવેનો મોટો જણાવતા કહે છે કે દુધટના રહિત રેલવે પ્રવાસ પૂર્ણ થાય તથા સેફટી પ્રત્યે સજાગ રહે તેવોસંદેશો લોકોને પાઠવ્યો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,