રાજકોટ રેલ્વે ડિવિઝનના રાજકોટ-હાપા સેક્શનમાં ચાલી રહેલ ઇલેક્ટ્રિફિકેશન કાર્યને કારણે નીચે મુજબની ટ્રેનો પ્રભાવિત રહશે:

આંશિક રૂપે રદ્દ ટ્રેનો :ટ્રેન નં. 59503 વિરમગામ-ઓખા પેસેન્જર તા. 01 ઓગષ્ટ થી 15 ઓગષ્ટ, 2019 સુધી હાપા-ઓખા વચ્ચે આંશિક રૂપે રદ્દ રહેશે. ટ્રેન નં. 59504 ઓખા-વિરમગામ પેસેન્જર તા. 02 ઓગષ્ટ થી 16 ઓગષ્ટ, 2019 સુધી ઓખા-હાપા વચ્ચે આંશિક રૂપે રદ્દ રહેશે.

પરિવર્તિત માર્ગ થી ચાલનારી ટ્રેનો : રાજકોટ-પોરબંદર પેસેન્જર ટ્રેન 15 ઓગષ્ટ સુધી પરિવર્તિત માર્ગ થી ચાલશે ટ્રેન નં. 59211 રાજકોટ-પોરબંદર તા. 01 ઓગષ્ટ થી 15 ઓગષ્ટ, 2019 સુધી હાપા, જામનગર ના સ્થાને વાયા વાંસજાલીયા,જેતલસર ના પરિવર્તિત માર્ગ થી ચાલશે. આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર,પાનેલી મોટી, જામજોધપુર સ્ટેશનો પર રોકાઈ ને પોરબંદર જશે.

પોરબંદર-દિલ્લી સરાય રોહિલ્લા એક્સપ્રેસ તથા પોરબંદર-મુજફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ 15 ઓગષ્ટ સુધી પોરબંદર-રાજકોટ વચ્ચે પરિવર્તિત માર્ગ પર ચાલશે, પોરબંદર થી તા. 03 ઓગષ્ટ, 06 ઓગષ્ટ, 10 ઓગષ્ટ, 13 ઓગષ્ટ ના રોજ ચાલનારી ટ્રેન નં. 19263 પોરબંદર-દિલ્લી સરાય રોહિલ્લા એક્સપ્રેસ તથા તા. 01 ઓગષ્ટ, 02 ઓગષ્ટ, 08 ઓગષ્ટ, 09 ઓગષ્ટ અને 15

ઓગષ્ટ ના રોજ ચાલનારી ટ્રેન નં. 19269 પોરબંદર-મુજફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ ટ્રેનો હાપા, જામનગર ના સ્થાને વાંસજાલીયા, જેતલસર, ભક્તિનગર, રાજકોટના પરિવર્તિત માર્ગ થી ચાલશે. આ બંને ટ્રેન પોરબંદર-રાજકોટ વચ્ચે પરિવર્તિત માર્ગ પર ચાલશે.

રેલ્વે યાત્રીઓ થી નિવેદન છે કે તેઓ ઉપરોક્ત ફેરબદલ ને ધ્યાનમાં રાખી પોતાની યાત્રા પ્રારંભ કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.