રેલવે વિભાગ દ્વારા ઘણા સમયથી સેવાઓ આધુનિક બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જૂની પુરાણી પદ્ધતિને બદલવામાં આવે છે. અત્યાધુનિક સિસ્ટમ અમલમાં છે. ભારતીય રેલ્વેએ બ્રિટીશ યુગના વધુ એક નિયમને બદલ્યો છે. આ ફેરફાર પછી રેલવેના વરિષ્ઠ અધિકારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ શું નિયમ હતો અને તેમાં શું બદલાવ આવ્યો છે.
વાત એમ છે કે, વરિષ્ઠ રેલવે અધિકારીઓના નિવાસ સ્થાને કાર્યરત ‘બંગલા પીયૂન’ અથવા ટેલિફોન એટેન્ડન્ટ કમ ડાક ખલાસી (ટીએડીકે)ની પોસ્ટ પર કોઈ નવી ભરતી કરવામાં આવશે નહીં તેવો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવાયો છે.
અહીં નોંધનીય છે કે રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પાસે ડાક ખલાસીની નિમણૂંકના અધિકાર હોય છે. આ પોસ્ટ ઉપર ભરતી માટે કોઈપણ પરીક્ષા આપવી નથી પડતી. અધિકારી ઈચ્છે તેની ભરતી કરી શકે છે.