ગુજરાતના પનોતા પુત્ર અને આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪3મી જન્મ જયંતિ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ પે ભવ્ય ઉજવણી થઈ હતી. ત્યારે ઓખામાં પણ રન ફોર યુનિટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઓખા રેલવે સ્ટેશન તમામ સાથે મળીને એકતાના સપથ લીધા હતા. ત્યારબાદ ઓખા સ્ટેશનેથી ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશન સુધી ત્રણ કિ.મી.ની દોડ ઓખા કોસ્ટગાર્ડ જવાનો તથા સ્ટાફ તથા રેલવે આર.પી.એફ. પી.એસ.આઈ. દુર્ગાદાસ જાધવ અને રેલવે મેનેજર મનોજ કુમાર ઝા સાથે ગામના અગ્રણીય યુવાનો જોડાઈ સર્વે સાથે મળી અને સમગ્ર ગામના મુખ્ય માર્ગો પર એકતાની મેરોથોન દોડ લગાવી હતી. આ પ્રસંગે ઓખાના યુવા મોહનભાઈ બારાઈ તથા તેમની યુવા ટીમે ઓખાની એકતાને સલામી સાથે સર્વેનો આભાર વ્યકત કર્યો હતો.