બે વર્ષ બાદ ભરતીનો દોર શરૂ થશે: એક શ્રેણી હેઠળ તમામ રેલવે સેવાઓના વિલીનીકરણને કેન્દ્રીય કેબીનેટની મંજુરી

અબતક, નવી દિલ્હી

બે વર્ષથી વધુ સમય બાદ કેબિનેટ દ્વારા એક શ્રેણી હેઠળ તમામ રેલવે સેવાઓના વિલિનિકરણ માટે મંજુરી આપવામાં આવી છે. રેલવે મંત્રાલયએ ગઇકાલે સુચિત કર્યુ હતું. ઇન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસ (આઇ.આર.એમ.એસ.) ગ્રુપ-એ સર્વિસીસ હેઠળ ઝડપી નિર્ણય લેવા માટે વિશાળ નેટવર્કની અમલદાર શાહીમાં સિલોસને તોડી પાડવાનો હેતુ છે.આ પગલાથી અધિકારીઓની નવી ભરતી માટેનો માર્ગ મોકળો થશે જે ડીસેમ્બર 2019માં કેબીનેટે રેલ્વે અધિકારીઓ માટે સિગ્લ રાખવાનો નિર્ણય લીધો હતો. જે 2019 થી અટકી ગયો છે.

બહુવિધ કેડર હેઠળના અધિકારીઓ ઘણી વખત આંતર વિભાગીય ‘ટર્ફ વોર’ અને હરિફાઇ તરફ દોરી જતા હતા. જે નિર્ણય લેવાની પ્રક્રિયાને નુકશાનકર્તા છે. ભારતીય રેલવે અંતર્ગતના વિવિધ વિભાગો કાર્યક્ષમતા અને ઝડપી નિર્ણય લેવા માટે કામ કરી રહ્યા હતા. તે સિલોઝને તોડી પાડવાના પ્રયાસો ચાલું છે. રેલ્વે સેવાઓના વિલીનીકરણને રેલવે અમલદાર શાહીમાં સૌથી મોટો સુધારો માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર રેલવેના વિશાળ નેટવર્કમાં સુધારાની શરુઆત કરવા અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે તેને આધુનિક બનાવવા માટે પગલા લઇ રહ્યું છે.

મળતી માહીતી મુજબ નવી શરુઆત કરવા માટે રેલવે દ્વારા લગભગ 1પ0 અધિકારીઓની ભરતી માટેની પ્રક્રિયા શરુ કરવામાં આવે તેવી શકયતાં છે. નિર્ણયમાં વિલંબને કારણે કોઇ ભરતી ન કરવી એ રેલવે વિભાગ માટે ચિંતાનો વિષય હતો. કારણ કે નિવૃત થઇ રહેલા લોકોને સ્થાને નવી ભરતી કરવાની જરુરત છે.નવી ભરતીએ આગળ વધવા માટેનો સારો સંકેત છે. અમારે ભવિષ્ય માટે અમારે મેનપાવર તૈયાર કરવાની જરુર છે તેવું રેલવે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

જયારે આઠ અલગ અલગ કેડર હેઠળ અધિકારીઓ પૂરા પાડવા માટેની વ્યવસ્થા કરવી જે સૌથી વધુ વિવાદસ્પદ મુદો છે. સૂત્રોના જણાવ્યા મુજબ વર્તમાન અધિકારીઓ તેમના વિભાગોમાં કામ કરવાનું ચાલુ રાખશે. વરિષ્ઠતાના આધારે તેની પોતાની કારકીર્દીની પ્રગતિ અને પ્રમોશન મળતું રહેશે. વધુમાં જણાવ્યું હતું કે કેબીનેટ દ્વારા મંજુર કરવામાં આવ્યા મુજબ નવી ભરતી માટે એકીકૃત કેડર બનાવવામાં આવી છે.સૂત્રોના જણાવ્યાનુસાર વિવિધ કેટરના તમામ વર્તમાન અધિકારીઓને એક કેટર હેઠળ લાવવું એ કપરું કામ હતું. વિભાગ વાદને સમાપ્ત કરવા માટે કેબીનેટ દ્વારા આ માટે આગળ વધવા માટે મંજુરી આપ્યાના બે વર્ષ પછી પણ સરકારે કેટરને મર્જ કરવાની મુશ્કેલી હતી તે સ્પષ્ટ છે.

અગાઉ, રેલવે અમલદારશાહીમાં વ્યાપક ચિંતાઓ વચ્ચે કેબીનેટના નિર્ણય પછી તરત જ રેલવે મંત્રાલયે અધિકારીઓ સાથે ઘણી વખતપરામર્શ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.