દેશના સાત મોટા રેલ્વે સ્ટેશનો પર આગામી ત્રણ મહિના સુધીમાં ટ્રેનના રિર્ઝવેશન ચાર્ટ લગાવવામાં આવશે નહીં. આ સ્ટેશનોમાં દિલ્લી, હજરત નિઝામુદ્દીન, મુંબઈ સેન્ટ્રલ, છત્રપતિ શિવાજી ચર્મિનલ, ચેન્નઈ, હાવડા અને સિયાલદાહનો સમાવેશ થાય છે.
પશ્ચિમ રેલ્વેના મંડલ પ્રંબધક મુકુલ જૈને જણાવ્યું હતું કે મુસાફરોને મોબાઇલ પર કન્ફર્મ ટિકીટ કે પછી વેઇટિંગ ટિકિટનો મેસેજ આવી જતો હોય તેવી પરિસ્થિતિમાં ટ્રેનના કોચ ઉપર આરક્ષણ ચાર્ટ લગાવવાની જરૂરિયાત રહેતી નથી. ગો ગ્રીન અભિયાન હેઠળ રેલવે આ પ્રયોગ કરી રહી છે. અને આ પહેલનું મોનિટરિંગ પણ કરવામાં આવશે. જો મુસાફરો આ નિર્ણયથી સંતુષ્ટ જણાશે તો આ નિયમ તમામ સ્ટેશનોએ લાગુ પાડવામાં આવશે.
તો આ મુદ્દે રેલ યાત્રી પરિષદના અધ્યક્ષ સુભાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે શ્રમિક વર્ગના યાત્રિકોને આ નિર્ણયથી પરેશાની થશે.