-
લોકોને રેલવે કલબનો લાભ મળી શકે: ખાનગી કરવાની વાત શકય જ નથી: ‘અબતક’નો વિશેષ અહેવાલ
-
રેલવેના કલબ ઓફિસરના સેક્રેટરી તથા સિનિયર ડિવીઝનલ એન્જિનિયર કો-ઓર્ડિનેશનલ ધીરજ કુમારે આપી વિગતો
-
કોમ્યુનિટી હોલની સ્થિતિ ખુબ જ સારી છે છતા કોઈ ફરિયાદ આવશે તો તેના સુધારા માટે ચોકકસ પગલા લેવાશે
ભારતમાં રેલવેએ યાતાયાતનું સૌથી મોટું સાધન છે. જેમાં રોજ લાખો લોકો મુસાફરી કરે છે. તે સિવાય પણ સામાન્ય લોકો ઘણા ખરા બીજા પણ રેલવેના લાભ લઈ શકે છે. જેમ કે રેલવે દ્વારા રેલવે કર્મચારીઓ માટે કોમ્યુનિટી હોલથી લઈને બીજા લાભ મળે છે પરંતુ લાભ ફકત કર્મચારી માટે નથી હોતો, સામાન્ય લોકો પણ તેના લાભ લઈ શકે છે.
રેલવેના કર્મચારીઓ માટે પાર્ટી કલબ થોડા સમય પહેલા રીનોવેટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનો લાભ ઘરના પ્રસંગો માટે રેલવેના અધિકારીઓને ભાડા પેટે મળતો પરંતુ તેના પર આરોપ હતો કે તેનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે જે આરોપ ફગાવતા રેલવેના કલબ ઓફિસરના સેક્રેટરી તથા સિનિયર ડિવીઝનલ એન્જીનીયર કો-ઓર્ડિનેશનલ ધીરજ કુમાર જણાવે છે કે રેલવેની પ્રોપર્ટી કયારેય ખાનગી પાર્ટીને સોંપી શકાય નહીં.
તેઓએ જણાવ્યું કે, રેલવેના કલબનો લાભ રેલવે તથા સામાન્ય નાગરિકને આપવામાં આવે છે. કલબના મેમ્બર્સને પણ જ‚ર પડયે જો હોલ જોઈતો હોય તો નોમિનલ ચાર્જ આપવો પડે છે તથા રેલવેના કર્મચારીઓને પણ નકકી કરેલ ભાડુ આપવું ફરજીયાત છેતથા જંકશન પ્લોટમાં આવેલ રેલવે કર્મચારીઓ માટેનો કોમ્યુનિટી હોલની જર્જરીત હાલત વિશે જણાવતા કહે છે કે કોમ્યુનિટી હોલની સ્થિતિ ખુબ જ સારી છે તથા જો અગર કોઈ ફરિયાદ આવશે તો ચોકકસ તેના સુધારા માટે ચોકકસ પગલા લેવામાં આવશે.