- પડતર માંગ મુદ્દે રેલવે લોકોપાઈલટની ભૂખ હડતાળનો અંત
- વિવિધ પડતર માગણીઓને લઈ લોકોપાઈલટો ઉતર્યા હતા ભૂખ હડતાળ પર
- તમામ 550 પાઈલટે ભુખ્યા રહીને ટ્રેનનું કર્યું સંચાલન
ગાંધીધામ: ઓલ ઈન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ વિવિધ પડતર માગણીઓ સંદર્ભે કચ્છના લોકો પાઈલટ ગાંધીધામ ખાતે ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. ડ્યૂટીની કલાકો, કિલોમીટર ભથ્થા, મહીલા રનિંગ સ્ટાફને જરૂરી સુવિધા સહિતની મંગણીઓને લઈને હડતાળ કરવામાં આવી હતી. જે સંપન્ન થઈ છે. ગાંધીધામમાં ફરજ બજાવતા તમામ 550 પાઈલટે ભુખ્યા રહીને ટ્રેનનું સંચાલન કર્યું હતું. તો હેડકવાર્ટરમાં રહેલા, નોકરી ઉપર જતા-આવતા તમામ પાઈલટોએ રેલવે સ્ટેશન ખાતે ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી. ગાંધીધામ શાખાના અધ્યક્ષ મુનીરામ મીના, સચીવ અજીતસિંહ, નરસિંહ ચપરાના, અધ્યક્ષ રાજકુમાર શર્મા, દિનેશ મોર્યા, સત્યેન્દ્રકુમાર, સોનુ યાદવ, હરીરામ, હંસરાજ મીના, સંદીપ મૌર્ય, કમલેશ મીના, અજય ગોયલ, દિનદયાલ નાગર, ઋષભ વિગેરે પાઈલટ, સહાયક પાઈલટ ભુખ હડતાળમાં જોડાયા હતા.
ઓલ ઈન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ વિવિધ પડતર માગણીઓ સંદર્ભે કચ્છના લોકોપાઈલટ દ્વારા પણ ગાંધીધામ ખાતે ભૂખ હડતાળ આદરવામાં આવી હતી. જાન્યુઆરી 24થી ટી.એ. સમાન કીલોમીટર એલાઉન્સમાં 25 ટકાનો વધારો આપવા, કીલોમીટર ભથ્થાનો 70 ટકા ભાગ કરમુકત કરાય, માલગાડીમાં 8 કલાક અને પેસેન્જર ટ્રેનમાં 6 કલાક ડયુટી કરાય, હેડકવાર્ટરમાં સાપ્તાહિક રેસ્ટ 46 કલાક અપાય, સતત બે રાત ડયુટી બાદ રાત્રી વિશ્રામ આપવામાં આવે, ઈ.એમ.યુ, મેમુમાં સીંગલમેન વર્કીંગ બંધ કરાય, મહીલા રનિંગ સ્ટાફને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવા સહીતની માંગ અંગે 36 કલાકથી ભુખ હડતાળ આદરવામાં આવી હતી. જે ગત સાંજે સંપન્ન કરવામાં આવી.ગાંધીધામમાં ફરજ બજાવતા તમામ 550 પાઈલટએ ભુખ્યા રહીને ટ્રેનનું સંચાલન કર્યું હતું.
તો હેડકવાર્ટરમાં રહેલા, નોકરી ઉપર જવાવાળા, પરત આવતા તમામ પાઈલટોએ ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી. ગાંધીધામ શાખાના અધ્યક્ષ મુનીરામ મીના,સચીવ અજીતસિંહ, નરસિંહ ચપરાના, અધ્યક્ષ રાજકુમાર શર્મા, દિનેશ મોર્યા, સત્યેન્દ્રકુમાર, સોનુ યાદવ, હરીરામ, હંસરાજ મીના, સંદીપ મૌર્ય, કમલેશ મીના, અજય ગોયલ, દિનદયાલ નાગર, ઋષભ વિગેરે પાઈલટ, સહાયક પાઈલટ ભુખ હડતાળમાં જોડાયા હતા.
અહેવાલ: ભારતી માખીજાણી