કોરોના વાઇરસનો નાશ હવે માત્ર ૩૦ મિનિટમાં

રાજકોટની રેલવે હોસ્પિટલના મુખ્ય ફાર્માસિસ્ટ પરમાનંદ મીનાએ વધુ સંક્રમિત વિસ્તારોને વાઇરસ મુકત કરવા માટે અલ્ટ્રાવાયોલેટ ડિસઇન્ફેકશન ટાવર ઉપકરણ બનાવ્યું છે આ ઉપકરણ ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવેલા ઉપકરણના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. રાજકોટ રેલવેના હોસ્પિટલના મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડો. આર.વી. શર્માના માર્ગદર્શન હેઠળ પરમાનંદ મીનાએ આ ઉપકરણ તૈયાર કર્યુ છે. આ મશીન હાલમાં રેલવે હોસ્પિટલ ખાતે મૂકાયું છે. માર્કેટમાં ૩૦ હજારથી લઇને દોઢ લાખમાં મળતું આ મશીન માત્ર ૧પ હજારમાં તૈયાર કરવામાં આવ્યું છે. કેટલાક ઉપકરણો રેલવે પાસે ઉપલબ્ધ હોવાથી બજારમાંથી ખરીદવાની જરૂર પડી નથી. રાજકોટ રેલવે ડીવીઝનના ડી.આર.એમ. પરમેશ્ર્વર ફૂંકવાલે પણ અલ્ટ્રાવાયોલેટ ડિસઇન્ફ્રેકશન ટાવર ઉપકરણ બનાવવાની પહેરની સરાહના કરી છે.

અલ્ટ્રાવાયોલેટ મશીન માત્ર ૩૦ મીનીટમાં રૂમના ખુણે ખુણાને વાઇસર મુકત કરે છે

૩૬ વોટની એક સાથે ૪ અલ્ટ્રાવાયોલેટ ટયુબ ઉપકરણમાં લગાવવામાં આવે છે એક રૂમમાં ઉપકરણ રાખવાથી ૧૪૪ વોટના અલ્ટ્રાવાયોલેટ કિરણો નિકળે છે જે ગણતરીની મિનિટમાં જ રૂમના ખુણે ખુણે ફેલાય જાય છે. ઉ૫રાંત જયાં હાથેથી સેનિરાઇઝ કરવું શકય નથી. એવી ખુણા ખાંચરાની જગ્યાઓ પણ આ મશીનના કિરણો પહોંચે છે અને માત્ર ૩૦ મીનીટમાં જ આખો રૂમ કોરોના વાઇરસથી મુકત કરે છે.

ડિસઇન્ફેકશન મશીનની ખાસિયત

  • એક વખતમાં ૧૪૪ વોટ જનરેટ કરે
  • મશીનની નીચે વિશેષ પ્રકારનું સ્ટેન્ડ હોવાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવું સરળ
  • હોસ્પિટલ, ઓપરેશન થિયેટર, લેબોરેટરી, આઇ.સી.યુ., આઇસોલેશન વોર્ડ માટે મશીન સૌથી વધુ ઉપયોગી
  • મશીનમાં ૩૬ વોટની ૪ અલ્ટ્રાવાયોલેટ ટયુબલાઇટનો ઉપયોય
  • મશીનમાં ૧પ બાય ૧પ ના રૂમને માત્ર ૩૦ મીનીટમાં વાઇરસ મુકત કરવાની ક્ષમતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.