મુસાફરીના ચાર દિવસ અગાઉ ટિકિટ બુક કરાવવા પર ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે
રેલવે યાત્રાળુઓ માટે આનંદના સમાચાર છે દિવાળી ભેટ રુપે આજથી ડીસ્કાઉન્ટ સીસ્ટમની અમલવારી શરુ થઇ ગઇ છે. જેમાં હવે મુસાફરોને યાત્રાના ચાર દિવસ પહેલા કરાવેલા ટીકીટ બુકીંગમાં પ૦ ટકા સુધીનું વળતર મળી રહેશે. આ સાથે જે જે ટ્રેનોમાં ૬૦ ટકા કરતા ઓછું બુકીંગ થયું તો તેવી ટ્રેનોમાં પણ ડીસ્કાઉન્ટ મળશે.
રેલવેની આ ફલેકસી ફેર સ્કીમનો યાત્રાળુઓને મોટો ફાયદો મળશે. આ સ્કીમ અંતર્ગત ૧૪ર પ્રીમીયમ ટ્રેનોને આવરી લેવાઇ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ૧૪ સપ્ટેમ્બરના રોજ રેલવે દ્વારા જાહેરાત કરાઇ હતી કે ફલેકસી ફેર સ્કીમમાં મોટા બદલાવો કરવામાં આવશે. જે અંતર્ગત ૪૪ રાજધાની, ૪૬ શતાબ્દી, અને પર ડુરોન્ટો ટ્રેનોને ડાયનામિક પ્રાઇઝીંગ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવી હતી.
વહેલા તે પહેલા ના ધોરણ પર ટીકીટ ના ભાવ નકકી કરાયા છે. જો યાત્રા પર જવાના ચાર દિવસ અગાઉ ટીકીટ બુક કરાવી દીધી હશે તો તેવા યાત્રાળુઓને પ૦ ટકા સુધીનું ડીસ્કાઉન્ટ મળશે.