Railway News:વેસ્ટર્ન રેલવેએ નવી સ્પેશિયલ ટ્રેન સેવા શરૂ કરી છે. મુંબઈના બાંદ્રા ટર્મિનલ-પાલિતાણા સંવત્સરી વિશેષ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેન નંબર 09121 અને 09122 ટ્રેન મુસાફરોની વધતી ભીડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. તેમજ આ ટ્રેન 6 સપ્ટેમ્બર 2024થી શરૂ થશે.તેમજ મુસાફરો તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પરથી ટ્રેન ટિકિટ બુક કરી શકે છે.
બાંદ્રા ટર્મિનસ – પાલિતાણા સંવત્સરી સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર 09121 (બાંદ્રા ટર્મિનલ-પાલિતાણા):
પ્રવાસની તારીખ: સપ્ટેમ્બર 6, 2024
પ્રસ્થાનનો સમય: બપોરે 2:30 કલાકે
આગમનનો સમય: 7 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યે
ટ્રેન નંબર 09122 (પાલિતાણા-બાંદ્રા ટર્મિનલ):
પ્રવાસની તારીખ: સપ્ટેમ્બર 6, 2024
પ્રસ્થાનનો સમય: રાત્રે 9 વાગ્યા
આગમનનો સમય: 7 સપ્ટેમ્બરે સવારે 11am
બાંદ્રા ટર્મિનલ-પાલિતાણા સંવત્સરી સ્પેશિયલ ટ્રેન સ્ટોપેજ
ઇનકમિંગ અને આઉટગોઇંગ બંને સ્પેશિયલ ટ્રેનો રૂટમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર ખાતે ઉભી રહેશે.તેમજ નોંધનીય છે કે આ ટ્રેનમાં એસી,3-ટાયર, સ્લીપર અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ લગાવવામાં આવ્યા છે. જેથી કરીને તમામ પ્રકારના મુસાફરોની જરૂરિયાતોનું ધ્યાન રાખી શકાય.