ભારતીય રેલવેનો લોગોનો સૌને યાદ જ હશે સ્ટીમ એન્જીન અને તેની ફરતે સ્ટાર અને બહારની તરફ ભારતીય રેલ ઇન્ડિયન રેલવેસ લખેલો આ લોગો દશકાઓથી રેલવેની ઓખળ બની ગયો છે. પરંતુ આ લોકો દશકાઓથી રેલવેની ઓળખ બની ગયો છે. પરંતુ હવે દેશ આઝાદ થયા બાદ પ્રથમ વખત રેલવેનું મેક ઓવર કરવામાં આવી રહ્યું છે. રેલવે મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે હાલ રેલવેનો લોગો પ્રદૂષણ ફેલાવતા સ્ટીમ એન્જીને દર્શાવી છે. જયારે અમે ભવિષ્યમાં કલીન ફયુલ તરફ દ્રઢ સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ. તે માટે સમયાનુસાર રેલવેનો સિમ્બોલ પણ આધુનિક બનાવવા પર કામ થઇ રહ્યું છે. રેલવેના અહેવાલો મુજબ દેશના રેલવેના બધા જ ટ્રેક પર ટ્રેનો ઇલેકીટ્રસીટીથી ચાલશે ત્યારે ડીઝલ એન્જીનને સંપૂર્ણપણે વિદાય આપી દેવામાં આવશે. જેનાથી પ્રદુષણમાં ઘટાડો થશે. આ ઉપરાંત રેલવે તેના ભાઠાના વજનમાં હળવા પરંતુ મજબુત એવા એલ્યુમીનીયમ હાઇસ્પીડ ટ્રેન સેટસને સામેલ કરવા વિચારી રહી છે.

લોગો અને ટ્રેનના એન્જીન બદલવાની સાથે ટ્રેનના કોચના કલર પર બદલવામાં આવશે. અને જેનાથી નેશનલ ટ્રાન્સપોર્ટને એક અલાયદો લૂક અપાશે. આ અંતર્ગત હંમેશા બ્લકે બ્લેઝરમાં જોવા મળતા ટીટીઇનો પર લૂક ચેન્જ થશે. ભવિષ્ટમાં તમે ટ્રેનમાં જાવ તો ટીટીઇ બ્લેક  કોટ અને પેટની જગ્યાએ સ્પોર્ટસ ડ્રેસમાં પણ જોવા મળી શકે છે. અને તેમના હાથમાં પોઇન્ટ ઓફ સેલ મશીન અને માઇકો પ્રિંટર પણ સાથે હોઇ શકે છે. ભારતીય રેલવેનું રીબ્રાન્ડિંગ પણ કરવામાં આવી શકે છે.

જેમાં જુનુ નામ બદલીને ઇન્ડિયા રેલ પણ આપી શકાય છે. ટ્રેનના કોચ બહારથી જર્જરીત ન દેખાય મોટ અલગ જ લૂક આપવામાં આવશે. અને ઇન્ટીરીયરને વધુ સુવિધાજનક બનાવવામાં આવશે. આમ રેલવેનું મેકઓવર કરવામાં આવશે જો કે સત્તાવાર હજુ જાહેરાત કરવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.