- જો લગેજ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો તમારે ટિકિટ કરતાં વધુ દંડ ભરવો પડી શકે છે.
Travel News : ટ્રેનમાં સામાન લઈ જવાના કેટલાક નિયમો છે, જો તેનું ઉલ્લંઘન કરવામાં આવે તો તમારે ટિકિટ કરતાં વધુ દંડ ભરવો પડી શકે છે.
ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ પેસેન્જર્સ વધુમાં વધુ વજન પોતાની સાથે લઈ જઈ શકે છે. આ ક્લાસમાં મુસાફરી કરતાં લોકો 70 કિલો સુધીનો સામાન પોતાની સાથે લઈ જઈ શકે છે.
આ પછી, AC સેકન્ડ ક્લાસની મર્યાદા 50 કિલો છે, એટલે કે આ વજન માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.
AC ચેર કાર, સ્લીપર ક્લાસ અને AC થ્રી ટાયરમાં મુસાફરોને 40 કિલો સુધીનો સામાન લઈ જવાની છૂટ છે.
ટ્રેનમાં સામાનની સાઈઝને લઈને પણ એક નિયમ છે, જો તમે કોઈ મોટી સાઈઝનો સામાન લઈને જઈ રહ્યા છો તો તમારે તેના માટે 30 રૂપિયા ચૂકવવા પડશે.
જો સામાન ભારે હોય તો તમે તેને ટ્રેનની લગેજ બોગીમાં મૂકીને મુસાફરી કરી શકો છો, ભારે સામાનના પરિવહન માટે અલગથી ચાર્જ લેવામાં આવે છે.