જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું
જામનગર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લામાં રેલવે બાબતે ખુટતી સુવિધા પર્યાપ્ત કરાવવામાં આવી હોય ત્યારે આ બન્ને જીલ્લાના વિવિધ શહેરોમાં અંદાજીત દરેક કરોડોના કામોને લીલીઝંડી આપવામાં આવ્યા બાદ હાપા રેલવે જંકશનમાં રૂ.૪ કરોડનાખર્ચથી એક નંબરના પ્લેટફોર્મની બસો મીટર લંબાવવાના કામનું ખાતમુહૂર્ત તથા હાપામાં ફુટ ઓવરબ્રીજનું રૂ.૩.૩૨ કરોડના કામનું ખાતમુહૂર્ત તેમજ કાનાલુસ જંકશનમાં નવું રેલવે સ્ટેશન બનાવવા માટે ખાતમુહૂર્ત ખંભાળીયા રેલવે સ્ટેશનમાં રૂ.૧ કરોડ ૬૦ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ ફુટ ઓવરબ્રીજનો શુભારંભ કરવા સમયે યોજાયેલા શુભારંભ સમયે રેલવે ડીપાર્ટમેન્ટના સૌરાષ્ટ્ર તથા સ્થાનિક વિભાગના ઉચ્ચ અધિકારીઓની મોજુદગી રહી હતી ત્યારે સંજોગોની યોગ્યતાને ધ્યાને લઈ સાંસદ પુનમબેન માડમ દ્વારા આ મુજબની રજુઆત કરવામાં આવી હતી.
જે-તે રેલવે મથકો આગળ રેલવેની જમીન ફાજલ કક્ષામાં હોય ત્યાં આવી જમીન ઉપર હોસ્પિટલ કે પ્રાથમિક ચિકિત્સાલય કે શાળા કોલેજના નિર્માણ માટે આપવામાં આવે તો ફાજલ જમીનનો દિવ્ય ઉપયોગ થઈ શકે છે. નિયમોની પાબંધીથી આગળ હેતુ સભર સર્જનતા વધુ મહત્વની છે ત્યારે રેલવે ડિપાર્ટમેન્ટ આ બાબતના તમામ પાસાઓનું અદ્યતન કરી યોગ્ય સંકલન કરે એવી રજુઆત કરવામાં આવી છે. વિવિધ લાંબા અંતરની ટ્રેનોને આ વિસ્તારના શહેરીમાં સ્ટોપ આપવાની માંગણી સામે જે-તે રેલવે સ્ટેશનની હેશીયત વધારવી તે પ્રાથમિકતા હતી જે પૂર્ણ થયા બાદ આ દ્વારકા ક્ષેત્રને યાતાયાતથી જોડવા માટે પુરતા પ્રયાસો કરવામાં આવશે.
સુવિધા સાથે ગંદકી બાબતે કરવામાં આવેલી રજુઆતના જવાબમાં સાંસદ માડમે જણાવ્યું હતું કે, તેઓ સ્વયં સરપ્રાઈઝ મુલાકાતો કરશે. આ પ્રસંગે રેલવેના ઉચ્ચ અધિકારીઓ, જીલ્લા પોલીસ વડા, રોહન આનંદ, પી.આઈ. અરવિંદસિંહ જાડેજા, પરબતભાઈ સુવા, કરશનભાઈ ગોજીયા, પ્રવિણકાકા માણેક, કાળુભાઈ ચાવડા, શ્વેતાબેન શુકલ, ભીખુભા જેઠવા, મનુભાઈ મોટાણી, શૈલેષભાઈ કણઝારીયા, અનિલભાઈ તન્ના, પરાગભાઈ બચ્છા, દુદાભાઈ કેશરિયા, અશોકભાઈ કાનાણી, નાનભા જાડેજા, મસરીભાઈ નંદાણીયા, હિતેષભાઈ પિંડારીયા, શાંતીલાલ દતાણી, મહેન્દ્રભાઈ જોષી, નિકુંજ વ્યાસ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.