રેલવેના ૧૨ લાખ કર્મચારીઓને ૨૦૦૦ કરોડનું બોનસ મંજૂર કરતી કેબિનેટ
તહેવારોની સિઝનમાં કેન્દ્ર સરકાર કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે યોજનાઓ અને બોનસ આપી તેમનો ઉત્સાહ વધારે છે. ભારતમાં રોજગારી આપતું બીજા નંબરનું સૌથી મોટુ ક્ષેત્ર છે. ત્યારે રેલવે કર્મચારીઓને પણ દિવાળી પહેલા બોનસની જાહેરાતથી બખ્ખા થયા છે. હાઈ લેવલની મીટીંગમાં નકકી થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહેવામાં આવી હતી. રોજના લાખો લોકોની રોજી-રોટી રેલવે ઉપર આધારીત છે અને ભારતીય રેલવે કોઈપણ પરિસ્થિતિમાં કાર્યરત રહે છે. રોજના કરોડો મુસાફરો રેલવે પરિવહન પસંદ કરે છે. તેવી જ રીતે બેન્કિંગ સેકટરનું છે.
ઉલ્લેખનીય છે કે, રેલવેના ઉત્પાદન સાથે જોડાયેલું બોનસ દેશભરના રેલવે કર્મચારીઓ માટે લાભકારી રહેશે. જણાવી દઈએ કે, રેલવે એ ભારત સરકાર પહેલી સંસ્થા છે. જેમાં ૧૯૭૧-૮૦માં બોનસ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ભારતીય અર્થ વ્યવસ્થાને સમર્થન આપવામાં રેલવેનો મહત્વનો ફાળો છે. માટે રેલવેના ૧૨ લાખ કર્મચારીઓ માટે ૨૦૦૦ કરોડનું બોનસ કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની કેબિનેટની સભા બાદ દિલ્હી ખાતેની એક પ્રેસ કોન્ફરન્સમાં યુનિયન લો મિનિસ્ટર રવિ શંકર પ્રસાદે કહ્યું હતું કે, કેબિનેટની બેઠકમાં રેલવે કર્મચારીઓ માટેના બોનસ અંગેની મંજૂરી મળી ચુકી છે. સરકારના આ નિર્ણયથી ૧૧.૯૧ લાખ રેલવે કર્મચારીઓને લાભ થશે. આરપીએફ અને આરપીએસએફના કર્મચારીઓ સીવાય તમામને ૭૮ દિવસની નોકરી સમાન બોનસ આપવામાં આવશે. સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવે અધિકારીઓને ૭૮ દિવસના વેતન માટે રૂ.૨૦૪૪.૩૧ કરોડનો ખર્ચ થશે.