ઉત્તરપ્રદેશના કુશીનગરના બહપુરવા રેલવે ક્રોસિંગ પાસે એક મોટી ર્દુઘટના બની છે. અહીં એક સ્કૂલ વાન એક ટ્રેન સાથે અથડાઈ ગઈ છે. આ એક્સિડન્ટમાં 11 બાળકોના મોત થયા છે જ્યારે 8 બાળકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે. સ્કૂલ વાનમાં કુલ 22 બાળકો હતા. હાલ સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રાહત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આ ઘટના પછી સીએમ યોગીનાથ આદિત્યએ દુખ વ્યક્ત કર્યું છે અને ઘાયલ તથા મૃતક બાળકોના પરિવારજનોને રૂ. 2 લાખની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે.


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.