ભારતીય રેલવે પેપરલેસ અને ડિજિટલાઈઝ્ડ બનાવવા પાયલોટ પ્રોજેકટની પહેલ
ઈન્ડિયન રેલવેને પેપરલેસ બનાવવાના હેતુથી ૧લી માર્ચથી રેલવે કોચમાં રિઝર્વેશન ચાર્ટ જોવા નહીં મળે. રેલવેએ પાયલોટ પ્રોજેકટ હાથ ધર્યો છે. જેથી ડબ્બા પર લાગેલા રિઝર્વેશન ચાર્ટ હવે ભુતકાળ બની જશે. પાયલોટ પ્રોજેકટની સંપુર્ણ અમલવારીમાં ૬ મહિના જેટલો સમય લાગશે. જોકે આ પદ્ધતિને ચાલુ રાખવી કે નહીં તે લોકોના પ્રતિસાદ બાદ નકકી કરાશે. તેના બદલે હવે ડિજીટલ ડિસ્પલેથી લોકોને માહિતગાર કરાશે. રેલવે સ્ટેશનો એ-વન, એ,બી,સી,ડી,ઈ અને એફ એમ સાત વિભાગમાં વિસ્તૃત છે.
રેલવે પાયલોટ પ્રોજેકટ ફંડ અને મુસાફરોથી થતી કમાણીથી એ-વન, એ અને બી કેટેગરીની તમામ ટ્રેનો પર સૌથી પહેલા તેની અમલવારી કરવામાં આવશે.રેલવે મંત્રી પિયુશ ગોયલે ટવીટર પર ટવીટ કરીને જણાવ્યું હતું કે,૧લી માર્ચથી પાયલોટ પ્રોજેકટ રેલવે દ્વારા હાથ ધરવામાં આવશે. પેપરલેસ ઉપરાંત આ પ્રોજેકટ પ્રદુષણમુકત પણ છે. જેનાથી રેલવેમાં પેપર તો બચશે સાથે સાથે તેનો ખર્ચ પણ ઘટી જશે. કુલ ૨૮ ટન કાગળનો બચાવ થશે તો રૂ.૧.૭ લાખનો પ્રતિવર્ષ ખર્ચ પણ બચશે. આ પ્રોજેકટ હેઠળ નવી દિલ્હી, હઝરત નિઝામુદીન, મુંબઈ સેન્ટ્રલ, ચેન્નઈ સેન્ટ્રલ, હાવરાહ અને શેલદાહ પરની ટ્રેનો પરથી વહેલા રિઝર્વેશન ચાર્ટના પતિકા ઉતારાશે. સરકાર પણ પેપરલેસ તરફનું વલણ કરી રહ્યા છે ત્યાં રેલવે પણ ડિજીટલ બની હાથ મિલાવશે.
હવે ઈ-ટીકીટની માહિતી રેલવેને એસએમએસ કરવાથી મળી રહેશે અને પ્લેટફોર્મ પર ડિજીટલ ડિસ્પ્લે બોર્ડ લગાડવામાં આવશે. લોકો રેલવેના નંબર ૧૩૯ પર ઈન્કવાયરી કરીને ટી.ટી. સાથે વાત કરી શકે છે અને રિઝર્વેશન માટેની માહિતી મેળવી શકશે.