બોર્ડના સદસ્યોને વિવિધ ઝોનમાં મોકલી આપવામાં આવશે, નિયમની અમલવારી ૯ દિવસમાં જ કરવા રેલવે મંત્રીની સુચના
વધુ પ્રમાણમાં ભરતી કરેલા રેલવે બોર્ડના સ્ટાફને આવનારા અમુક વર્ષોમાં વરિષ્ઠ અધિકારીઓ સહિતના અડધો અડધ રેલવે બોર્ડ સ્ટાફને કદ પ્રમાણે વેંતરી નાખવામા આવશે. રેલવેમંત્રી પિયુશ ગોયલના નિણર્ય મુજબ રેલવે બોર્ડને મજબુત બનાવવા ૫૦૦ ઓફીસરોનાં અડધા વર્ષોથી રેલવે સાથે જોડાયેલા અધિકારીઓની હકાલપટ્ટી કરવામાં આવશે. નિયમ મુજબ વધારાના સભ્યો અને ડાયરેકટરોને રેલવે ભવનમાંથી કાઢીને દેશ પ્રમાણેનાં ઝોન મુજબ મૂકવામાં આવશે.
સુત્રોના આધારે ૧૦૦ રેલવે અધિકારીઓને તો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. રેલવે બોર્ડ ઓફીસ ૧૭ ઝોનમાં બનશે માટે મુસાફરોની સુવિધા અને સુરક્ષામાં વધારો કરી શકાશે. પિયુશ ગોયલે જણાવ્યું હતુકે, તે દિલ્હીથી અડધો અડધ સ્ટાફને ઝોન હેડકવાટરમાં અને ડીવીઝનમાં મોકલશે. આ નિર્ણયની અમલવારી નવ દિવસોમાં જ કરવામાં આવશે. રેલવે બોર્ડના સભ્યો ઘટાડી વિવિધ ડિવીઝનોમાં તેની ભરતી કરી રેલવે બોર્ડને મજબુત બનાવાશે
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતુ કે આ નિયમો રેલવે બોર્ડનાં સદસ્યોની હકાલપટ્ટી માટે નહી પરંતુ રેલવે વિભાગની સુવિધાને વધુ મજબુત બનાવવા માટે લેવાયો છે રેલવે બોર્ડમાં વિવિધપ્રકારનાં અન્ય ફેરફારો કરીને પોલીસી બનાવવામાં આવશે. ગોયલે જણાવ્યું હતુ કે વિવિધ ઝોનમાં ૯૦ અધિકારીઓ રેલવે બોર્ડમાં વર્ષોથી છે તેમને ઝોન પ્રમાણે મોકલવામાં આવશે. જેની અમલવારી અઠવાડીયા સુધીમાં જ કરવામાં આવશે.