ઓખા-વીરમગામ ટ્રેનને ઓખાથી ચાલુ કરવા સાથે અનેક સમસ્યાની રજૂઆત
ભારતીય પશ્ર્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને સરકારી તંત્રની ઢીલી નીતિએ ઓખા જગથી નોખોની કહેવતને સાર્થક કરી છે. ઓખા રેલવે સ્ટેશનએ દેશનું પ્રથમ દરજાનું અને સવથી વધારે ટ્રાફીક ધરાવતું સ્ટેશન ગણાઈ છે. અહી ઓખા બેટ દ્વારકા યાત્રીકો સાથે પ્રવાસીઓ, માછીમારો, અને નેવી, કોસગાર્ડ સુરક્ષા એજન્સી સાથે ઓખા મંડળના ૪૨ ગામડાનો અનેક ગણો ટ્રાફીક રહે છે. અહીથી દરરોજની ૫ તથા સપ્તાહીક ૧૨ આમ કુલ ૧૭ ટ્રેનો કાર્યરત છે. હમણા છેલ્લા કેટલાક સમયથી રેલના ટેકનીકલ કામ માટે અનેક ગાડીઓ રદ કરાઈ છે. તેમાં છેલ્લા ૬ માસથી ઓખા વિરમગામ ટ્રેનને દ્વારકાથી ચાલુ કરી ઓખા મંડળને ખૂબજ અન્યાય કરેલ છે. આ ટ્રેન નાના અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદ રૂપ ગણાય છે.
ઓખા રેલવે સ્ટેશનની ઈસ્પેક્ષન મુલાકાતે આવેલ રેલ મંત્રાલય યાત્રા સુવિધા સમિતિના સદસ્ય ડો. અજીત કુમાર અને ભારતીય જનતા પાર્ટીના સ્ટેટ જનરલ સેક્રેટરી પરમેન્દ્રસિંહ રેડી આવેલા તેમની સાથે આ ટ્રેન તુરત ઓખાથી ચાલુ કરવા સાથે હાપા બીલાસ પૂર ટ્રેનને ઓખાથી ચલાવવા તથા ઓખા દેહરાદૂન કે જે બે માસ સુધી બંધ કરેલ તેને પણ હરદ્વાર સુધી ચાલુ રાખવા લેખીત અને મૌખીક રજૂઆત કરી હતી. આ પ્રસંગે ઓખા ઉદ્યોગપતિ મનસુખભાઈ બારાઈ, નાગરીક સમિતિના દિપકભાઈ રવાણી, હરેશભાઈ ગોકાણી, રમેશભાઈ મજીઠીયા, ઈશ્ર્વરભાઈ ગોકાણી, ગોસાઈભાઈ, જીતુભાઈ ગાકાણી સાથે કથાકાર જગદીશભાઈ શાસ્ત્રીજી ખાસ હાજર રહ્યા હતા.