બાંગ્લાદેશના ઢાંકા સ્થિત ભારતીય ઉચ્ચાયોગમાં રેલવે સલાહકારના રૂપમાં 4 વર્ષ કામ કર્યું છે

મંત્રીમંડળની નિયુક્તિ સમિતિએ રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઇઓ તરીકે જયા વર્મા સિન્હાની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે. સિન્હા રેલવે બોર્ડના નવા અધ્યક્ષા અને સીઇઓ તરીકે અનિલ કુમાર લાહોટીની જગ્યા લેશે અને 1લી સપ્ટેમ્બર, 2023નાં રોજ પદભાર ગ્રહણ કરશે. તેઓ રેલવે બોર્ડના પહેલાં મહિલા અધ્યક્ષા પણ છે. વિજયલક્ષ્મી વિશ્વનાથન રેલવે બોર્ડનાં પહેલાં મહિલા સભ્યા હતાં.1988 બેંચની ભારતીય રેલવે ટ્રાંસપોર્ટેશન સેવાના અધિકારી, સિન્હા હાલ રેલવે બોર્ડના સભ્ય તરીકે કામ કરે છે. તેઓ એવા સમયે બોર્ડનો પ્રભાર સંભાળશે જ્યારે ભારતીય રેલવેને કેન્દ્ર સરકાર દ્વારા રેકોર્ડ બજેટની ફાળવણી કરાઈ છે. કેન્દ્રીય બજેટ 2023-24માં ભારતીય રેલવેને 2.74 લાખ કરોડ રુપિયાની ફાળવણી કરાઈ છે.

આ રાષ્ટ્રીય ટ્રાંસપોર્ટરને આપવામાં આવેલી સૌથી મોટી ફાળવણી છે. નાણાકીય વર્ષ 2022-23માં રેલવે માટે 1.37 લાખ કરોડ રુપિયાના સકલ બજેટની ફાળવણી કરાઈ હતી.સિન્હાએ ચાર વર્ષ સુધી બાંગ્લાદેશને ઢાકા સ્થિત ભારતીય ઉચ્ચાયોગમાં રેલવે સલાહકારના રુપમાં પણ કામ કર્યું છે. બાંગ્લાદેસમાં જયાના કાર્યકાળ દરમિયાન જ કોલકાતાથી ઢાકા સુધી મૈત્રી એક્સપ્રેસનું ઉદ્ઘાટન થયું હતું. તેમણે પૂર્વી રેલવે, સિયાલદહ ડિવીઝનના મંડળ રેલ પ્રબંધક તરીકે કામ કર્યું. 118 વર્ષ બાદ રેલવે બોર્ડના પ્રથમ મહિલા ચીફ તરીકે નિયુક્તિ થઈ છે. સરકારના આદેશ અનુસાર કેબિનેટ નિમણૂંક સમિતિએ જયા વર્મા સિન્હાને ઓપરેશન બિઝનેસ ડેવલોપમેન્ટ ના મેમ્બર, રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારીના પદ પર નિમણૂંકને મંજૂરી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.