રેલવેમાં મુસાફરી કરો ને નાણા ચૂકવો એટલે રેલવેને કમાણી થાય ને ટિકિટ રદ કરાવો તો ય કમાણી થાય છે! રેલવેએ છેલ્લા ત્રણ વર્ષમાં મુસાફર દ્વારા રદ કરવાતી ટિકિટોમાંથી રૂા.૯ કરોડની કમાણી કરી છે.
રેલવેમાં મુસાફરી કરવા માટે લોકો પોતાની ટિકિટ અગાઉથી જ બુક કરાવે છે. કેટલાકને ક્ધફર્મ ટિકિટ મળતી ન હોય તો વેઈટીંગમાં પણ રહે છે.કેટલાક મુસાફરો ટિકિટ બુક કરાવ્યાબાદ છેલ્લી ઘડીએ રદ કરાવતા હોય છે.જેથી આવા મુસાફરોને નાણા ગુમાવવા પડે છે.
વેઈટીંગમાં ટિકિટ ન મળે તો તે રદ કરાવવી પડે છે. રદ કરાવાય તો ય નાણા ગુમાવવા પડે છે ને રદ ન કરાવાય તો પણ આપોઆપ રદ થઈ જાય છે. આ બંને સ્થિતિમાં રેલવે ટિકિટ રદ કરાવવા માટે ચાર્જ લે છે.
રેલવે રદ કરાવાતી ટિકિટમાંથી કરી રૂ.૯ હજાર કરોડની કમાણી
સેન્ટર ફોર રેલવે ઈન્ફર્મેશન સિસ્ટમના જણાવ્યા મુજબ રેલવે ૨૦૧૭ થી ૨૦૨૦ દરમિયાન ૯ હજાર કરોડની આવક થઈ હ તી. ૧ જાન્યુઆરી ૨૦૧૭ થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધીનાં ત્રણ વર્ષના સમયગાળામાં ૯.૫ કરોડ યાત્રીઓએ વેઈટીંગવાળી ટિકિટો રદ કરાવી નહતી,.જેનાથી રેલવેને રૂા. ૪૩૩૫ કરોડની આવક થઈ હતી જયારે આ સમયગાળા દરમિયાન ક્ધફર્મ ટિકિટ ધરાવનારાએ ટિકિટ રદ કરાવતા રેલવેને રૂા. ૪૬૮૪થી વધુની આવક થઈ છે. આ બંને બાબતોમાં સૌથી વધુ આવક સ્લીપર કેટેગરીમાં થઈ હતી ત્યારબાદ થર્ડ એસી ટિકિટોમાંથી આવક થઈ હતી. ક્રીસના જણાવ્યા મુજબ ઈન્ટરનેટ (ઓનલાઈન) અને બારીએથી ટિકિટ ખરીદનારાઓની સંખ્યામાં પણ બહુ મોટુ અંતર છે.
આ ત્રણ વર્ષના સમયગાળામાં ૧૪૫ કરોડ લોકોએ ઓનલાઈન ટિકિટ મેળવી હતી જયારે ૭૪ કરોડથી વધુ લોકોએ ટિકિટ બારીઓ પર જઈ ટિકિટ મેળવી હતી.
દિલ્હી ડિવિઝનમાં દિવ્યાંગ યાત્રીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પોર્ટલ
દિલ્હી રેલવે ડિવિઝનમાં ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરવા ઈચ્છતા દિવ્યાંગોની ઓનલાઈન રજીસ્ટ્રેશન અને માહિતી સુવિધા માટે ઓનલાઈન એપ્લીકેશન પોર્ટલ શરૂ કર્યું છે. આ એપ્લીકેશનથી દિવ્યાંગ યાત્રીઓ તૈયારી, ખરાઈ અને ઈ-ટિકિટ અને આઈડી સ્માર્ટ કાર્ડ મેળવવા ઓનલાઈન દસ્તાવેજ (કાગળ) જમા કરાવી શકશે.