બિલેશ્ર્વર – રાજકોટ સેકશનમાં ડબલ ટ્રેનના કામ માટે બ્લોક લેવાશે
રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 2 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનોમાં વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 3 થી 11.2.2023 સુધી રદ,જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 4 થી 12.2 સુધી રદ, રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 7 થી 11.2 સુધી રદ,પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 7 થી 11 સુધી રદ, ઓખા-વેરાવળ એક્સપ્રેસ 6 થી 11.2 સુધી રદ,વેરાવળ-ઓખા એક્સપ્રેસ 7 થી 12.2 સુધી રદ, અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેન 11-2-23 ના રોજ રદ અને ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 12.2.2023 ના રોજ રદ રહેશે. તથા
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોમાં ભાવનગર-ઓખા એક્સપ્રેસને 2 થી 10.2.2023 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ઓખા-ભાવનગર એક્સપ્રેસને 3 થી 11.2.2023 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસને 2 થી 10.2.2023 સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસને 3 થી 11.2.2023 સુધી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને 3 થી 11.2.2023 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને 3 થી 11.2.2023 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસને 6 થી 10.2.2023 સુધી બાંદ્રાથી વાંકાનેર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વાંકાનેર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસને 7 થી 10.2.2023 સુધી વાંકાનેરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-વાંકાનેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
બાંદ્રા-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 6 થી 10.02.2023 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 7. થી 11.02.2023 સુધી સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. રેવા-રાજકોટ એક્સપ્રેસને 6.2.2023 ના રોજ રીવાથી વાંકાનેર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રીશેડ્યુલ કરેલ ટ્રેનો:
ઓખા-વારાણસી એક્સપ્રેસ 9.2.2023 ના રોજ ઓખાથી 3 કલાક મોડી ઉપડશે.
જબલપુર-વેરાવળ એક્સપ્રેસ 10.2.2023 ના રોજ જબલપુરથી 8 કલાક મોડી ઉપડશે.
વેરાવળ-જબલપુર એક્સપ્રેસ 11.2.2023 ના રોજ વેરાવળથી 7 કલાક મોડી ઉપડશે.
વેરાવળ-પુણે એક્સપ્રેસ 11.2.2023 ના રોજ વેરાવળ 7 કલાક મોડી ઉપડશે.
ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 11.2.2023 ના રોજ ઓખાથી 6 કલાક મોડી ઉપડશે.
ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ 11.02.2023 ના રોજ ઓખાથી 9 કલાક મોડી ઉપડશે.
માર્ગ માં મોડી થનાર ટ્રેનો
જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ 11.2.2023 ના રોજ જામનગર-રાજકોટ વચ્ચે 30 મિનિટથી 45 મિનિટ સુધી મોડી થશે.
હાપા-બિલાસપુર એક્સપ્રેસ 11.2.2023 ના રોજ હાપા-રાજકોટ વચ્ચે 30 મિનિટથી 45 મિનિટ સુધી મોડી થશે.
પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ 11.02.2023 ના રોજ પોરબંદર- રાજકોટ વચ્ચે 15 મિનિટથી 30 મિનિટ સુધી મોડી થશે.
31.1.2023 થી 11.02.2023 ના સમયગાળા દરમિયાન માર્ગમાં મોડી થનાર ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
આજે તુતીકોરિન-ઓખા વિવેક એક્સપ્રેસ માર્ગ માં 2 કલાક 30 મિનિટથી મોડી પડશે, પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ માર્ગ માં 30 મિનિટ મોડી પડશે અને મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ મોડી થશે.
આવતી કાલે હાપા-મડગાંવ એક્સપ્રેસ અને ઓખા-પુરી એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે.
તથા શુક્રવાર ગોરખપુર-ઓખા એક્સપ્રેસ અને જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ મોડી થશે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.