રેલવે પોલીસે ‘રેલ સુરક્ષા જીઆરપી’ નામની એપ તૈયાર કરી છે. આ એપ ના આધારે પ્રવાસીઓ રેલવે પોલીસને સીધી જ ફરિયાદ કરી શકશે. આ એપમાં ફરિયાદ, વુમન ડેસ્ક, સજેસન, સસ્પીશિયસ, કોલ, કોન્ટેક્ટ કોપ, કોન્ફીડેન્શીયલ, ટ્રેસ માય રૂટ અને ફીડબેક જેવા ઓપ્શન આપવામાં આવ્યાં છે
મહિલા પ્રવાસીઓનો કોચ સીટ નંબર વગેરે રજીસ્ટર થઇ જશે. ત્યારબાદ મહિલાને કોઇ રોમિયો પરેશાન કરતો હશે તો મહિલાએ એપમાં આવેલું પેનિક બટન ડબાવવાનું રહેશે. પેનિક બટન દબાવતા જ પોલીસ રજીસ્ટર્ડ થયેલી માહિતીને આધારે મહિલાની સીટ સુધી પહોંચી જશે અને તાત્કાલિક કાર્યવાહી કરશે. આ ઉપરાંચ ફરિયાદીનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
જો વૃદ્ધ કે બીમાર વ્યક્તિન પોતાની માહિતી નોંધીને રૂટમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે પોલીસની મદદ લઇ શકે છે. જો ટ્રેન પોતાના સમય કરતા મોડી હશે તો પણ સંબંઘિત સમય પણ તમે આ એપથી જાણી શકશો