છેલ્લા પખવાડિયાથી પડેલા ભારે વરસાદને પરિણામે મુન્દ્રા તરફ જતી રેલવે લાઇનનું ધોવાણ થવાને કારણે અમદાવાદથી મુન્દ્રા જતા અને મુન્દ્રાથી અમદાવાદ આવતા આયાત અને નિકાસના ક્ધસાઇન્મેન્ટના ક્ધટેઇનર્સ અટવાઈ પડયા છે. ધાંગધ્રાથી માળિયા- મિયાણાની અને સામખિયાળીથી પાલનપુરની લાઇન અતિવૃષ્ટિથી ગત તા. ૨૪મી જુલાઈથી આયાતના ક્ધટેઇનર્સ ન આવતા ફાર્મા કંપનીઓ, કેમિકલ કંપનીઓ અને મેન્યુફેક્ચરીંગ કંપનીઓના પ્રોડક્શન શિડયુલ ખોરવાઈ જવાની શરુઆત થઈ ગઈ છે. અમદાવાદ અને મુન્દ્રા વચ્ચે આયાત અને નિકાસના રોજના ૫૦૦થી વધુ ક્ધટેઇનર્સની હેરફેર થતી હોવાનો અંદાજ છે. આ રેલવે વહેવાર ટૂંકા ગાળામાં નિયમિત થવાના કોઈ જ આસાર જણાતા નથી. સૌથી આઘાતજનક બાબત તો એ છે કે ગત શનિવારે ક્ધટેઇનર કોર્પોરેશને આયાત અને નિકાસકારોને તેમના ક્ધટેઇનર્સનું બુકિંગ કરાવવાની સૂચના રેલવે લાઇન ચાલુ થઈ જવાની શક્યતાને આધારે આપી હતી. પરિણામે ૨૯મીએ ઘણાં આયાતનિકાસકારોએ તેમના ક્ધટેઇનર્સ બૂક કરાવ્યા હતા પરંતુ બે દિવસ પછી એટલે કે ૩૧મી જુલાઈએ તેમને તેમના બુકિંગ કેન્સલ કરાવી દેવાની સૂચના આપવામાં આવી હતી.
આ સાથે જ તેમને તેમના ક્ધસાઇન્મેન્ટ ભૂમિ માર્ગે ટ્રકથી મોકલી આપવાનો વિકલ્પનો આશરો લેવા જણાવી દેવાયોહતો. આ સ્થિતિનો લાભ લઈને ટ્રક ઓપરેટર્સે તેમના ભાવ સીધા ૪૦થી ૫૦ ટકા વધારી દીધા હતા. આ સ્થિતિમાં આયાતકારોએ તેમના ક્ધસાઇન્મેન્ટ સીધા મુંદ્રાથી ઉપાડી લેવાની ઇચ્છા તો વ્યક્ત કરી છે પરંતુ તેમના ડેસ્ટિનેશન બદલવા માટે તેમને કસ્ટમ્સમાં અરજી કરવી પડે છે અને આ ડેસ્ટિનેશનને ચેન્જ કરાવવા માટે વિદેશી શિપિંગ કંપનીને ચાર્જપેટે ૫૦૦થી ૧૦૦૦ ડોલર વધારાના ચૂકવવા પડે છે. બીજું રોડ ટ્રાન્સપોર્ટર્સ અત્યારે ડિમાન્ડ સપ્લાયના નિયમને આધારે તેમની ટ્રકોની ડિમાન્ડ વધી ગઈ હોવાનો દાવો કરીને આ ક્ધટેઇનર્સ લાવવા માટે તેમનો એપ્રોચ કરનારા પાસે સામાન્ય કરતા દોઢા કે તેનાથી ય વધુ ભાવ માંગી રહ્યા છે પરિણામે આયાતકારોની હાલાકી વધી છે. તેમના પ્રોડક્શનના શિડયુલ ખોરવાઈ જવાની શરુઆત થવા માંડી છે.
આયાત નિકાસકારોના ખોડિયાર ખાતેના ક્ધટેઇનર્સની જવાબદારી સંભાળતા ડેપ્યુટી મેનેજર નીતિન રાજે પહેલા ૨૪મી જુલાઈ આયાત નિકાસના કામ સંભાળતા કસ્ટમ્સ હાઉસ એજન્ટસને ઇમેલ પાઠવીને ભારે વરસાદને કારણે આઇસીડી ખોડિયારથી મુન્દ્રા તરફ જતો રેલવે માર્ગ ખરાબ થઈ ગયો હોવાથી ક્ધટેઇનર્સ લઈ જતી ટ્રેઇન્સ પર નિયંત્રણ લાદવામાં આવ્યું હોવાની જાણ કરી હતી. આ પરિસ્થિતિ બેથી ત્રણ જ દિવસમાં સુધરી જશે તેવો સધિયારો આપ્યો હતો. ૨૪ જુલાઈ પછી ૨૬ જુલાઈ અને ત્યારબાદ ૨૯મી જુલાઈએ આ પ્રકારની નવી નવી સૂચનાઓ આપતા રહીને અમદાવાદ મુન્દ્રા રૃટ ચાલુ થતા હજી થોડા દિવસ વાર લાગશે તેવી સૂચના આપવાનું ચાલુ રાખ્યું છે. પરિણામે આયાતકારોની કઠણાઈ વધી રહી છે. આ રીતે છેલ્લે બીજી ઓગસ્ટે હજી થોડા દિવસ સુધી લાઇન ચાલુ નહિ થાય તેવી સૂચના આપવામાં આવી છે. આયાત અને નિકાસ ક્ધસાઇન્મેન્ટ ક્લિયર કરાવતા એજન્ટસનું કહેવું છે કે, કસ્ટમ્સમાંથી આયાતકાર માલ ઉપાડવામાં વિલંબ કરે તો એક દિવસથી જેટલા વધુ દિવસ થાય તેટલા દિવસ માટે વર્ષના ૧૫ ટકાના વ્યાજના દરે ચાર્જ વસુલે છે અત્યારે વરસાદ પડયો છે, તેને કારણે રેલવે લાઇન ખરાબથઈ ગઈ છે. તેમાં આયાતકાર કે નિકાસકારની કોઈ જ ભૂલ નથી. તે છતાં ય ઇન્ડસ્ટ્રીઝને થતાં નુકસાન માટે તેમની તરફ સહાનુભૂતિ ભર્યું વલણ પણ કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ રાખતું નથી તેમની નુકસાની ઓછી થાય તેવા કોઈ જ પ્રયાસો કરવામાં આવતા નથી.