૧૨ લાખ કર્મચારીઓ સામે ૧૩ લાખ પેન્શનરોનું રેલવેની તિજોરી પર ભારણ : રેલવેમાં જડમુળી ફેરફારની શકયતા રેલવે બોર્ડમાં સામેલ થવા પણ હવે દરેક કર્મચારીને પુરતી તક અપાશે : વરણી માટે નવી સિસ્ટમ અમલમાં મુકાશે
ભારતીય રેલવે વિભાગમાં ૧૨ લાખ કર્મચારીઓ છે જ્યારે ૧૫ લાખ પેન્શનરોનું ભારણ તિજોરી પર પડી રહ્યું છે. પરિણામે રેલવે વિભાગ ફાયનાન્સીયલ ક્રાઈસીસમાંથી પસાર થઈ રહ્યો હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં રેલવે હવે ૧ કિ.મી. દીઠ ૪૦ પૈસા સુધીનો ભાડા વધારો કરશે તેવું જાણવા મળી રહ્યું છે. ૪૦ પૈસાનો ભાડા વધારો એકંદરે લોકો માટે ખુબ મોંઘો પડશે તેવું ફલીત થાય છે.
રેલવેના ભાડામાં વધારો કરવાનો નિર્ણય અગાઉ પણ લેવાઈ ચૂકયો છે. જો કે, વ્યાપક વિરોધના પગલે આવા નિર્ણયો પરત ખેંચી લેવાયા હતા. ભારતમાં રેલવે કરોડો લોકોની મુસાફરીનું સાધન છે. આવી સ્થિતિ માં ૧ કિ.મી.એ ૪૦ પૈસા સુધીનો ભાડા વધારો પોસાય નહીં તે વાસ્તવિકતા છે. જો કે, રેલવે આ વધારો લોકો ઉપર એકા એક નાખશે નહીં. રેલવે વિભાગમાં હાલ ૧૨ લાખ જેટલા કર્મચારીઓ છે. જેની સામે પેન્શનરોની સંખ્યા ૧૩ લાખ છે.
તાજેતરમાં રેલવેના વિવિધ વિભાગોને એક તાંતણે બાંધવાનો નિર્ણય લેવાયો હતો. રેલવેના સ્ટ્રકચરમાં ધડમુળી સુધારા કરવામાં આવશે. રેલવેના ભાડામાં નારો વધારો ૩ મહિના બાદ અમલમાં આવે તેવી શકયતા છે. વર્તમાન સમયમાં મંત્રીઓની કમીટીઓને આ મુદ્દે દરખાસ્ત કરવામાં આવી છે. જેના પર સહમતી સધાયા બાદ ભાડા વધારાનો નિર્ણય લેવાશે તેવું જાણવા મળે છે. બીજી તરફ રેલવેને ફાયદો પહોંચાડવા માટે ફાયનાન્સ, મેનેજમેન્ટ અને ઈન્ડસ્ટ્રીઝ સેકટરના નિષ્ણાંતોની ભરતી ઈ રહી છે. આગામી ૨૦૨૧ બાદ રેલવે બોર્ડમાં ફેરફાર શે. દરેક કર્મચારીને રેલવે બોર્ડમાં સમાવવા માટે એક સરખી તક મળશે. હવે રેલવે બોર્ડમાં અધિકારીની કેડર મુજબનું પોસ્ટીંગ નહીં હોય. પ્રમોશન અને સીનીયોરીટીના ધારા-ધોરણો મુદ્દે કેટલાક ફેરફાર રેલવે વિભાગ કરી રહ્યું હોવાનું પણ જાણવા મળે છે.
ભારતીય રેલવેમાં દર વર્ષે કરોડો લોકો મુસાફરી કરે છે. રેલવેના માધ્યમી હજારો લોકોને રોજગારી પણ મળે છે. લોકોને સસ્તા દરે સુરક્ષીત મુસાફરી કરવા માટે રેલવે શ્રેષ્ઠ સાધન બની ગયું છે. આવા સંજોગોમાં ગરીબો માટે પણ સરળ અને સુરક્ષીત ગણાતા રેલવેના ભાડામાં મોદી સરકાર વધારો કરશે તો ઠેર-ઠેરી વિરોધ ફાટી નીકળે તેવી પણ શકયતા છે.